બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત ભાજપ પક્ષ કોરોનાનું કેન્દ્ર જેવું બની રહ્યું છે. વધુ ને વધુ ભાજપ (bjp) ના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે આજે વધુ બે નેતાઓ કોરોના (corona virus) ના શિકાર બન્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા (bharat pandya) પણ કોરોના સંક્રમિત થયા છે. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. હસમુખ પટેલે ગઈકાલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, ભાજપના ચોથા સાંસદ કોરોના સંક્રમિત બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : રાજકોટ ભાજપમાં ‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ જેવો માહોલ, હાર્દિક પટેલ છે ચાંપતી નજર 


ભાજપ કાર્યાલયમાં કોરોનાનું સંક્રમણ વધ્યું 
તો બીજી તરફ, ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાર્યાલય કમલમમાં જ કોરોનાના કેસ આવવા લાગતા અંતે ભાજપ પ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ ન આવવાની સૂચના આપવામાં આવી છે, અને કમલમમાં આવતા મંત્રીઓ વેબકેમથી કાર્યકરોની રજુઆત અને ફરિયાદો સાંભળી રહ્યા છે. હવે ભાજપના કાર્યાલય ખાતે 4 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા મંત્રીએ બેસવાનું ટાળ્યું છે. કોરોનાને કારણે મહેસુલમંત્રી કૌશિક પટેલે અરજદારોને વેબ કેમરાના માધ્યમથી સાંભળ્યા હતા. 20 જેટલા અરજદારો આજે વેબ કેમરાના માધ્યમથી સાંભળીને અરજી નિકાલ માટે કાર્યવાહી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, કમલમમાં મંત્રીઓને બેસવા આજે ત્રીજું સપ્તાહ છે. દર સોમવારે મહેસુલ મંત્રી કૈશિક પટેલ અને મંગળવારે રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર બેસવાનો નિણર્ય લેવાયો છે. ત્યારે કાર્યકરોના પ્રશ્નો નિકાલ માટે ભાજપમાં સોમવાર અને મંગળવારે અરજદારો રજૂઆત સાંભળવા મંત્રીઓ બેસે છે. 


આ પણ વાંચો : ગેસ બિલમાં રાહત આપવાની ગુજરાત સરકારની જાહેરાત  


કાર્યાલય મંત્રીનો આખો પરિવાર કોરોનાગ્રસ્ત 
ભાજપ કાર્યાલય કમલમમાં કોરોનાનો પગપેસારો મોટાપાયે જોવા મળ્યો છે. કાર્યાલય મંત્રી પરેશ પટેલ ઉર્ફે મામા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ તેમના પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ બન્યા છે. ભાજપ કાર્યાલયમાં તાજેતરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેને પગલે સંક્રમણ વધ્યું હોય તેવી શક્યતા છે. 


આ પણ વાંચો : ભોળી જનતાને મૂર્ખ બનાવતી રાજકોટની ચિરાયુ હોસ્પિટલ, પરમિશન વગર કોરોના સારવાર કરતી હતી


નીતિન પટેલની ઓફિસ બહાર સૂચના મૂકાઈ 
તો બીજી તરફ, સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનો કેસ આવતા તકેદારી રાખવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીની ઓફિસ બહાર સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. રજૂઆત માટે આવતા મુલાકાતીઓનું તાપમાન માપ્યા બાદ બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ભાર મૂકાયો છે. એક બેન્ચ પર બે જ વ્યક્તિ બેસવા સૂચના અપાઈ છે. 


આ પણ વાંચો : રેલવે કર્મચારીઓ માટે આજીવન લડત આપનાર માહુરકર દાદાનું નિધન, સમયસર સારવાર ન મળતા કારમાં દમ તોડ્યો...