Gujarat Election 202, બ્રિેજેશ દોશી, ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે આજે બળવાખોર ઉમેદવારોને સસ્પેન્ડ કર્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપક્ષની ઉમેદવારી નોંધાવનાર આ નેતાને કર્યા સસ્પેન્ડ


  • નર્મદા નાંદોદના હર્ષદભાઈ વસાવા

  • જૂનાગઢ કેશોદના અરવિંદભાઈ લાડાણી

  • સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના છત્રસિહ ગુંજારિયા

  • વલસાડ પારડીના કેતનભાઈ પટેલ

  • રાજકોટ ગ્રામ્યના ભરતભાઈ ચાવડા

  • ગીર સોમનાથ વેરવાળના ઉદયભાઈ શાહ

  • અમરેલી રાજુલના કરણભાઈ બારૈયા


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં જે નેતાને ટિકિટ ન મળી હતી તેઓ નારાજ થઈને બાગી બન્યા હતા અને અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ નેતા સામે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલે કડક કાર્યવાહી કરતા બળવાખોર નેતાને સસ્પેન્ડ કર્યાં છે. 



મહત્નનું છે કે, આ તમામ લોકોએ ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ હતા અને  અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પક્ષે આ તમામ બળવાખોર નેતા સામે કાર્યવાહી કરતા  સસ્પેન્ડ કર્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube