Lok Sabha Election 2024 : આજે ભાજપ 120-125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. PM મોદી વારાણસીથી ચૂંટણી લડશે તે લગભગ નક્કી જ છે. તો ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરથી લડશે તેની જાહેરાત થશે. તો અન્ય બેઠકો પર પણ ઉમેદવારોના નામની જાહેરાત થશે. પરંતુ આ પહેલા અનેક નામોની અટકળો ચાલી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં કેટલાક ઉમેદવારોની લોકસભા સીટ લગભગ પાક્કી જ છે. સીઆર પાટીલ નવસારીથી ચૂંટણી લડશે. તો પૂનમ માડમ જામનગરથી ટિકિટ પાકકી છે. આ ઉપરાંત એસ.જયશંકર વડોદરા અથવા નવી દિલ્લીથી ચૂંટણી લડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના નામ પર દિલ્હીમાં મંથન
આંતરિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં 9થી 10 બેઠકો પર ભાજપ મહિલાઓને ટિકિટ આપી શકે છે. તો 3થી વધુ બેઠક પર કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત PM મોદી વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી, રાજનાથ સિંહ લખનઉથી, નીતિન ગડકરી નાગપુરથી, સ્મૃતિ ઈરાનીને ફરી અમેઠીથી અને અનુરાગ ઠાકુર હમીરપુરથી ચૂંટણી લડી શકે છે. મહત્વનું છે કે ગુજરાતની તમામ બેઠકો પર સેન્સ લેવાઈ ગયા છે. નામોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને તે દિલ્લી પણ પહોંચી ગયું છે. 


હવે હાઉસિંગ સોસાયટીના પ્રમુખ-કમિટીની મનમાની નહિ ચાલે, વર્ષો જૂના નિયમો સરકારે બદલ્યા


રાજકોટમાં પાટીદાર કાર્ડ ચાલશે કે કેમ
રાજકોટ લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર એ છે કે, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની નામ જાહેર થાય તેવી અટકળો છે. રાજકોટના સિનિયર એડવોકેટ જયંતીભાઈ ટી. ફળદુનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જયંતિ ફળદુ કડવા પાટીદાર છે અને દિલ્હી ગયા હોવાની ચર્ચા છે. રાજકોટ લોકસભા બેઠક પર સૌથી વધુ લેઉવા પાટીદાર મતદારો છે. આ બેઠક પર ભાજપ કડવા પાટીદાર સમાજને ટીકીટ આપતું આવ્યું છે. ત્યારે રાજકોટ બેઠક પર મહિલા ઉમેદવાર ઉતારવામાં આવે તો પણ નવાઈ નહિ. 


રાજકોટના સંભવિત ઉમેદવારો
(૧) કેન્દ્રીય મંત્રી - પરસોમત રૂપાલા
(૨) ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ - દીપિકાબેન સરડવા
(૩) ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ - ભરત બોધરા
(૩) રાજકોટ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ - કિરણબેન માકડીયા
(૪) વર્તમાન સાંસદ - મોહન કુંડારીયા
(૫) કડવા પાટીદાર આગેવાન - જગદીશ કોટડિયા


ભારતીય જનતા પાર્ટી લોકસભા માટેના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપી રહી છે. ત્યારે એક મહત્વની વિગત એ સામે આવી છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપે 50 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી લીધા છે. જ્યારે 6 બેઠકો ભાજપ તેની સહયોગી પાર્ટીઓ માટે છોડશે. RLD માટે ભાજપ બિજનૌર અને બાગપત, અપના દલ માટે મિર્ઝાપુર અને રોબર્ટ્સ ગંજ, સુભાસ્પા માટે ઘોસી અને નિષાદ પાર્ટી માટે સંત કબીર નગરની સીટ છોડી દેશે. સૂત્રો તરફથી આ મહત્વની માહિતી મળી રહી છે.


માર્ચમાં એવો પવન ફૂંકાશે કે ગુજરાતમાં અંધારપટ છવાશે : અંબાલાલ પટેલની ભયાનક આગાહી