ગાંધીનગર :વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી પોતાની સત્તાવાર યાદી જાહેર કરે છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે મોટાભાગના MLAને રિપીટ કર્યા, તો અનેકોને પત્તા કાપ્યા છે. પરંતું આ યાદીમાં આંખે ઉડીને વળગે તેવી બાબત એ છે કે, કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. જેમાં સૌથી મોટી લોટરી હાર્દિક પટેલને લાગી છે. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ મળી છે. કોંગ્રેસને રામ રામ કહીને આવેલા 14 નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. કુંવરજી બાવળિયા, હાર્દિક પટેલ, ભગા બારડ સહિત 14 નેતાઓને આપેલુ વચન ભાજપે નિભાવ્યુ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા સાથે ભાજપે વચન નિભાવ્યું 


કુંવરજી બાવળિયા - જસદણ 
જવાહર ચાવડા - માણાવદર 
જીતુ ચૌધરી - કપરાડા 
ભગા બારડ - તલાલા 
જયેશ રાદડીયા - જેતપુર
રાઘવજી પટેલ - જામનગર ગ્રામ્ય 
હર્ષદ રિબડિયા - વિસાવદર 
પ્રદ્યુમ્નસિંહ જાડેજા - અબડાસા 
હાર્દિક પટેલ - વિરમગામ 
બળવંતસિંહ રાજપૂત - સિદ્ધપુર 
અશ્વિન કોટવાલ - ખેડબ્રહ્મા
જયદ્રથ સિંહ પરમાર - હાલોલ 
રાજેન્દ્રસિંહ મોહન સિંહ રાઠવા - છોટાઉદેપુર
જેવી કાકડિયા - ધારી 


ભાજપની 160ની યાદીમાં મોટા ભાગના MLA ને રિપીટ કરાયા છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મોટાભાગનાને સ્થાન અપાયુ છે. કોંગ્રેસમાંથી આવેલા 14 નેતાઓને લિસ્ટમાં જાહેરાત કરાઈ છે. ત્યારે શું ભાજપને પોતાના જ નેતાઓ પર ભરોસો નથી રહ્યો કે જીત માટે ભાજપનો મદાર કોંગ્રેસના નેતાઓ પર છે એવુ તો સાબિત નથી થતુ ને. 


મોરબી દુર્ઘટના બ્રિજેશ મેરજાને નડી, કાંતિ અમૃતિયાને ફળી
કોંગ્રેસમાંથી આવીને મંત્રી બનેલા બ્રિજેશ મેરાજા પત્તુ વિધાનસભાની ચૂંટણીમાં કપાયુ છે. મોરબી દુર્ઘટના બ્રિજેશ મેરજાને નડી, તો કાંતિ અમૃતિયાને ફળી છે. મોરબી દુર્ઘટના બાદ બ્રિજેશ મેરજા પર માછલા ધોવાય છે. તો બીજી તરફ, દુર્ઘટના બાદ તરત મદદે દોડીને ગયેલા અને લોકોને મસીહા બનેલા કાંતિ અમૃતિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. 


ભાજપે અનેક જૂના જોગીઓના પત્તા કાપ્યા છે. ભાજપે પોતાના જ નેતાઓના પત્તા કાપ્યા હોય તેવામાં હકુબા જાડેજા, સૌરભ પટેલ, મધુ શ્રીવાસ્તવ, હિતુ કનોડિયાનું પત્તુ કપાયું છે. તો મધુ શ્રીવાસ્તવની દંબગગીરી પણ ના ચાલી.