ગાંધીનગર :સત્તા સાથે શીર ભાજપનું ગણિત જોવા મળ્યું છે. ભાજપની યાદીમાં હાઈકમાન્ડે પાટીદારો સાથે જ્ઞાતિનું સમીકરણ જાળવી રાખ્યું છે. આ યાદીમાં યુવા નેતાઓને પ્રમોટ કરીને પ્રદેશ નેતાગીરીએ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. નરેન્દ્ર મોદી 2014માં મોદી દિલ્હીમાં ગયા, ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર સ્થિર રહી શકી નથી. ભુપેન્દ્ર પટેલની કેબિનેટની કામગીરી પણ કેટલાક મંત્રીઓના બફાટને કારણે સતત ચર્ચામાં રહે છે. આવામાં ભાજપે જાહેર કરેલી વિધાનસભા ચૂંટણી માટેની 160 ઉમેદવારોની યાદીનો ઉદ્દેશ પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપવાનું લાગે છે. જેમાં યુવા નેતાગીરીને પ્રમોટ કરવાની સાથે જ્ઞાતિના સમીકરણો પણ ખૂબીપૂર્વક સાચવી લેવામાં આવ્યા છે. યુવાઓ અને મહિલા ઉમેદવારોને બાદ કરતા ઉમેદવારોમાં જાતિગત સમીકરમ સાધવાનો પ્રયાસ ભાજપે કર્યો છે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ભાજપે પ્રથમ યાદીમાં સૌથી વધુ OBC સમાજને ટિકિટ આપી

  • ભાજપે OBC સમાજને 49 ટિકિટ આપી

  • ભાજપે પ્રથમ યાદીમાં 41 પાટીદારોને ટિકિટ આપી

  • ભાજપે બ્રાહ્મણ સમાજને 12 ટિકિટ આપી

  • ભાજપે ક્ષત્રિય સમાજને 14 ટિકિટ આપી

  • ભાજપે પ્રથમ યાદીમાં 23 ST ઉમેદવારોને ટિકિટ આપી

  • ભાજપે 13 SC ઉમેદવારોને ટિકિટ આપી

  • ભાજપે જૈન અને લોહાણા સમાજને 5 ટિકિટ આપી

  • ભાજપે સિંધી સમાજમાંથી 1 ઉમેદવારને ટિકિટ આપી

  • ભાજપે મરાઠી-પાટીલ 2 ઉમેદવારોને ટિકિટ આપી


દૂર થશે માલધારી સમાજની માંગણી?
જોકે, આ સમીકરણમાં સાધવામાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. કોળી બાદ માલધારી સમાજ પણ ટિકિટની માંગણી કરી રહ્યું છે. એક પણ માલધારી સમાજના ઉમેદવાર જાહેર ન કરતા સમાજ લાલધૂમ છે. તેમને આશા છે કે, બાકીના 22 ઉમેદવારોમાં તેમના સમાજને સ્થાન મળે. સમીકરણ બદલાઈ શકે છે. ઉત્તર ગુજરાતની કોઈ બેઠક પર માલધારી સમાજની પસંદગી થઈ શકે છે. નાજાભાઇ ઘાંઘર અને ભવાનસિંહ પરમાર ટિકિટની રેસમાં હોવાનું ચર્ચાય છે. 



મહાનગરોના સમીકરણો પર એક નજર


  • અમદાવાદની 16 બેઠકો પરથી 9 બેઠકો પર નવો ચહેરો

  • રાજકોટની ચારેય બેઠકો પર નો રિપિટ થિયરી

  • સુરતમાં 10 માંથી 8 બેઠક પર ઉમેદવાર રિપીટ

  • વડોદરાની 5 માંથી 1 રિપીટ, 2 નવા ઉમેદવાર

  • જામનગરની બંને બેઠકો પર ઉમેદવાર બદલાયા

  • ભાવનગર એક બેઠક પર રિપીટ ઉમેદવાર

  • જુનાગઢ શહેરની 1 બેઠક પર નો રિપીટ થિયરી


ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં 69 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા છે. 36 ધારાસભ્યોની ભાજપે ટિકિટ કાપી છે. 14 મહિલાઓને ભાજપે ટિકિટ આપી છે. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા, જેમાં ધોરાજી, ખંભાળિયા, કુતિયાણા સહિત 5 બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાવનગર પૂર્વ, સુરત ચૌર્યાસી બેઠકના ઉમેદવારના નામ બાકી છે.