Gulabsinh Rajput Vs Swarupji Thakor બનાસકાંઠા : વાવની પેટાચૂંટણી હવે રસપ્રદ બની રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનનું મામેરું ચર્ચામાં આવ્યું હતું. ત્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ઠાકોર સમાજ આગળ  પોતાની પાઘડી ઉતારી હતી. સ્વરૂપજીએ પાઘડી ઉતારી સમાજને કહ્યું કે આ પાઘડીની હવે ઈજ્જત તમારે રાખવાની છે. ભાભરમાં ઠાકોર સમાજની બેઠકમાં સ્વરૂપજી ઠાકોરે સમાજને તેમને જીતાડવા અપીલ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ફોર્મ ચકાસણી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી થશે. વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કુલ 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા છે, જેની આજે સુઇગામ પ્રાંત કચેરીએ ચકાસણી થશે. આજે ફોર્મ ચકાસણી દરમિયાન ખામી વાળા ફોર્મ રદ થશે. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપુત તેમજ અપક્ષમાં માવજી પટેલ ,જામાભાઈ ચૉધરી સહિત અનેક લોકોએ અપક્ષ ફોર્મ ભર્યા છે. 30 ઓક્ટોમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 


અલ્પેશ ઠાકોરે કર્યો સ્વરૂપજી માટે પ્રચાર
ગત રોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ભાભર પહોંચ્યા હતા. ભાભરની ઠાકોર સમાજની વાડી ખાતે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની બેઠક યોજાઈ હતી. ગેનીબેન ઠાકોરના ગઢ ભાભરમા અલ્પેશ ઠાકોરે પ્રચાર કર્યો હતો. 


ગુજરાતના બે આગાહીકારોની ભવિષ્યવાણી : દિવાળીમાં વરસાદ આવશે કે નહિ તેની કરી આગાહી


મહત્વની વાત છે કે બનાસકાંઠામાં એક તરફ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામે ભાજપના જ બે આગેવાનો પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અને પૂર્વ તાલુકા ભાજપના મહામંત્રી જામાભાઈ ચૌધરીએ અપક્ષ દાવેદારી નોંધાવી છે. જેને લઇ આ વિધાનસભાની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે.


ગુજરાતના બે આગાહીકારોની ભવિષ્યવાણી : દિવાળીમાં વરસાદ આવશે કે નહિ તેની કરી આગાહી