Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ફાઈનલ થતાં હવે ઉમેદવારોની યાદી જાહેર થવા લાગી છે. આજે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થશે. પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં ગઇકાલે (બુધવાર) મોડી રાત સુધી ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે ભાજપ આ વખતે વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટિકિટ મળશે તે ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે. બીજી બાજુ પાર્ટી અને સંગઠને ભાજપ રૂપાણી સરકારના અનેક મંત્રીઓની ટિકિટ કાપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે હાથ ધર્યો નવતર પ્રયોગ
ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તે પહેલાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં ફોન કરીને ઉમેદવારોને જાણ કરી દેવાઈ છે. ટેલિફોનિક જાણકારી આપીને ઉમેદવારોને અવગત કર્યા હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યાછે. ભાજપ આજે સતાવાર યાદી જાહેર કરે તે પહેલા ટેલિફોન દ્વારા જાણ કરાઈ છે. ભાજપે મોડીરાતથી ટેલિફોન કરીને ઉમેદવારોને જાણ કરવાનું શરૂ કરી દીધું છે.


ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં અન્ય એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. મહાનગરોમાં સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપશે. મોટાભાગના મહાનગરોમાં નો રિપિટ થિયરી લાગી શકે છે. અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ પંચાલની ટિકિટ લગભગ ફાઈનલ માનવામાં આવે છે. અમદાવાદ શહેરમાં બે ધારાસભ્યો સિવાય નવા તમામ ચહેરાને ટિકીટ અપાશે. જામનગર શહેરમાં પણ નો રિપિટ થિયરી લાગશે. આ સિવાય રાજકોટ, વડોદરા અને સુરતમાં થોડા ધારાસભ્યોને રિપિટ કરાશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube