AAP પ્રમુખ ખાલિસ્તાન સમર્થક હોવાનો ભાજપનો દાવો, હર્ષ સંઘવીએ દિલ્હીના વિકાસની હવા કાઢી
દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે ચાર રાજ્યો પર કબજો મેળવ્યો હતો પરંતુ પંજાબમાં આપનું ખુબ જ આક્રમક અને આશ્ચર્યજનક પ્રદર્શન રહ્યું. હાલ પંજાબમાં આપની સરકાર બની ચુકી છે. જો કે અરવિંદ કેજરીવાલ ખાલીસ્તાન સમર્થકોને સપોર્ટ કરી રહ્યા હોવાોન આરોપ ભાજપ દ્વારા સતત લગાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ગુંઝતો રહ્યો હતો. આજે ફરી એકવાર ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે ટ્વીટ કરીને આ વિવાદનો મધપુડો છેડ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, ખાલીસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પંજાબમાં મહત્વની જવાબદારી સોંપીને કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરો પેદા કરી રહ્યા છે.
ગાંધીનગર : દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે ચાર રાજ્યો પર કબજો મેળવ્યો હતો પરંતુ પંજાબમાં આપનું ખુબ જ આક્રમક અને આશ્ચર્યજનક પ્રદર્શન રહ્યું. હાલ પંજાબમાં આપની સરકાર બની ચુકી છે. જો કે અરવિંદ કેજરીવાલ ખાલીસ્તાન સમર્થકોને સપોર્ટ કરી રહ્યા હોવાોન આરોપ ભાજપ દ્વારા સતત લગાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ગુંઝતો રહ્યો હતો. આજે ફરી એકવાર ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે ટ્વીટ કરીને આ વિવાદનો મધપુડો છેડ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, ખાલીસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પંજાબમાં મહત્વની જવાબદારી સોંપીને કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરો પેદા કરી રહ્યા છે.
ભાજપના પૂર્વ મંત્રીએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, નરેશ પટેલ પણ હાજર રહેતા અનેક તર્ક વિતર્ક
અત્રે ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે અને તેમણે બીટીપી સાથે ગઠબંધનની જાહેરાત કરીને વિશાળ આદિવાસી સંમેલનનું પણ આયોજન કર્યું હતું. જેમાં લાખો લોકો હાજર રહ્યા હતા. કેજરીવાલે ટ્વીટ કરીને પણ ચૂંટણી વહેલી આવી રહી હોવા અંગે પણ ટ્વીટ કર્યું હતું. ત્યાંથી જ આપ અને ભાજપ વચ્ચે ટ્વીટર વોર શરૂ થઇ ચુકી હતી. જેમાં આખરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ રસ લીધો હતો અને ટ્વીટ કરીને કેજરીવાલ પર આરોપો લગાવ્યા હતા.
પાટણમાં મુખ્યમંત્રીએ સાધારણ માણસની જેમ ચાની ચુસ્કી માણી અને દેવડા-રેવડનો સ્વાદ ચાખ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો કે, દિલ્હીના સીએમ ખાલિસ્તાનિ માનસિકતાના છે. જો કે આટલું ઓછું હોય તેમ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં મહિલાઓ પાણીની લાંબી લાંબી લાઇનોમાં લાગી હોય તેવું જોઇ શકાય છે. આ ઉપરાંત પાણીની ખુબ જ વિકરાળ સમસ્યા હોવાનું પણ મહિલાઓ આ વીડિયોમાં જણાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube