Gujarat Election 2022, નચિકેત મહેતા/ખેડા: ગુજરાતી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. અને હવે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. પરંતુ આ વખતે ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીક અપનાવવામાં આવી રહી છે. આ ડિજીટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે, અને તેઓનું સપનું છે કે, ભારત ડિજિટલ બને અને એટલા માટે જ ગત 2017 ની વિધાનસભાની ચૂંટણી હોય કે 2019 ની લોકસભાની ચૂંટણી, એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રચાર પ્રસાર કર્યો હતો. હવે આવી જ ટેકનોલોજી નો ઉપયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા માટે થઈ રહ્યો છે. હાલમા ડિજિટલ રોબોટનું ચલણ શરૂ થયું છે, પરંતુ આ ડિજિટલ રોબોટ વિધાનસભા ની ચૂંટણીના પ્રચારમાં વાપરવાની સૌપ્રથમ શરૂઆત ખેડા જિલ્લાના નડિયાદ વિધાનસભા બેઠક પરથી કરવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube