છોટા ઉદેપુર: ૯મી ઓગષ્ટે ઠેર-ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી .ત્યારે તેના ભાગરૂપે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ્ય ધરાવતા એવા છોટાઉદેપુર જીલ્લામાં આદિવાસી હિંદુ હોવાના મુદ્દે ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાક યુદ્ધ ચાલ્યું હતું. પાવીજેતપુર ખાતે રાજ્યના આદિજાતી વિભાગ દ્વારા આયોજિત આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં છોટાઉદેપુરના ભાજપના સાંસદ રામસિંગ રાઠવાએ પોતાનું ચુંટણી લક્ષી પ્રવચન આપતા આદિવાસીએ હિંદુ હોવાનો દાવો કરતા જણાવ્યું હતું કે  ‘’દેશ કે ટુકડે હોંગે ઇન્શા અલ્લાહ ઇન્શા અલ્લાહ’’.  કહેનારા કેટલાક લોકો આદિવાસી એ હિંદુ નથી એમ કહી રહ્યા છે. ત્યારે ઉદાહરણ આપતા આદિવાસી ભીલ વાલિયો જ્યારે વાલ્મીકી ઋષિ બન્યા અને તેમણે રામાયણ લખે જે હિંદુ ધર્મનો પવિત્ર ધર્મ ગ્રંથ છે, તો આદિવાસી એ હિંદુ નહિ તો કોણ? તેવો સવાલ કર્યો હતો. અને આદીવાસી એ હિંદુ જ છે તેમ જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ છોટાઉદેપુર ખાતે આયોજિત આદિવાસી સમાજ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત પાવીજેતપુરના કોંગી ધારાસભ્ય સુખારામા રાઠવાએ રામસિંગ રાઠવાની વાતનું ખંડન સાથે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “ હિંદુ એ અમારો ધર્મ  નથી, પરંતુ અમે હિંદુ સંસ્કૃતિને અપનાવી છે” રામસિંહ રાઠવાએ આદિવાસી હિંદુ હોવાના આપેલા નિવેદનને તેમનું નહિ પણ એ પાર્ટીનું નિવેદન હોવાનું જણાવ્યું હતું.


છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસનાં કાર્યક્રમને આદિવાસી સામાજિક સંગઠનો અને સર્વપક્ષીય નેતાઓએ પરામર્શ કરી હતી. બિન રાજકીય કાર્યક્રમના આયોજન બાદ સરકાર દ્વારા પાવીજેતપુર ખાતે અલગથી કય્રક્રમનું આયોજન કરાતા બંને કાર્યક્રમો રાજકીય બન્યા હતા. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જીલ્લામાં આદિવાસી સમાજને પોતાના પડખે કરવા બંને પક્ષે વિવાદિત નિવેદનો કરવામાં આવી રહ્યા છે . ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ અંગે આદિવાસી સમાજનું વલણ શું રહે છે.