• ભાજપના કાર્યકરને કોંગ્રેસમાં ઘરવાપસીનું આમંત્રણ

  • સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને આપ્યું આમંત્રણ

  • કોંગ્રેસ છોડીને ગયેલા પૂર્વ કાર્યકરોને ઘરવાપસી માટે આહવાન

  • વાવ વિધાનસભાને વધુ મજબૂત કરવા ઘરવાપસીનું આમંત્રણ


ઝી બ્યૂરો, અમદાવાદઃ ભાજપમાં ગયેલાં કાર્યકરોને કોંગ્રેસમાં ઘરવાપસી કરવા સાંસદ ગેનીબેને જાહેર મંચ પરથી કર્યું આહવાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ગુજરાતમાં ફરી જોડ તોડ ની રાજનીતિ ગરમ. કાર્યકરોની નારાજગી દૂર કરવા પણ થઈ રહ્યો છે પ્રયાસ. ભાજપના કાર્યકરને કોંગ્રેસમાં ઘરવાપસી કરવા સાંસદ ગેનીબેને આમંત્રણ આપ્યુ છે. બનાસકાંઠાના લાખાણીના લાલપુરમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડી ગયેલા પૂર્વ કાર્યકરોને ઘરવાપસી કરવા આમંત્રણ આપ્યુ છે. ભાજપના લાખાણીના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને આમંત્રણ આપતા કહ્યુ કે મહેશભાઇને ઘર વાપસી કરવી હોય તો આમંત્રણ આપીએ છીએ. હું મહેશભાઇને ફરી આવકારૂં છું, જો એમની લાગણી હોય તો દિવસનો ભૂલેલો હોય તો રાતે ઘરે પાછો આવે. મહેશભાઇ દૂધમાં સાકરની જેમ ભળી જજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના લાલપુર ગામમાં સાંસદ ગેનીબેને આપ્યું ખુલ્લુ આમંત્રણ.. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા કાર્યકર્તાઓને ઘરવાપસી માટે કર્યું આહ્વાહન..પેટાચૂંટણી પહેલા વાવ વિધાનસભાને મજબૂત કરવાનો પ્રયાસ. સાંસદ ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને આપ્યું આમંત્રણ આપ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી કહ્યુંકે, કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પૂર્વ કાર્યકરોએ ઘરવાપસી કરવી જોઈએ. ગેનેબેને કહ્યુંકે, લાગણી હોય તો દિવસનો ભૂલેલો હોય એ રાતે ઘરે પાછો આવે...બધા ભાઈઓએ ભેગા થઈને વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત કરવાની જરૂર છે.


લાખણીના લાલપુર ગામમાં સન્માન સમારંભ કાર્યક્રમમાં ગેનીબેનનું નિવેદન. ભાજપના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને આપ્યું કોંગ્રેસમાં ઘરવાપસી માટેનું આમંત્રણ. પૂર્વ પ્રમુખ મહેશ દેવેને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેશ દવે 2017માં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા. ફરી 2023માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત કરવા ઘરવાપસીનું આમંત્રણ. ભાજપના કાર્યકરને કોંગ્રેસમાં ઘરવાપસી કરવા આમંત્રણ.


'હું ભાજપ સાથે છું ભાજપમાં જ રહીશ'
કોંગ્રેસમાં ઘર વાપસી અંગે મહેશ દવેએ આપી પ્રતિક્રિયા...કહ્યું કે હું ભાજપ સાથે છું અને ભાજપ સાથે જ રહીશ. ગેનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું પણ ગઈકાલનો સ્ટેજ રાજકીય સ્ટેજ ન હતો. ગૌ માતાની વાત હતી એટલે હું સ્ટેજ ઉપર ગયો હતો. હું ભાજપ સાથે છું અને અમારી સરકાર ગૌ માતા માટે છે એટલે હું સ્ટેજ પર ગયો હતો.