ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક કોંગી ધારાસભ્ય ભાજપ સાથે જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ અટકળો વચ્ચે વિસાવદર શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં હર્ષદ રીબડીયા ભાજપ નેતા સાથે મન મૂકીને ગરબા ઘુમતા જોવા મળ્યા હતા. ભાજપ નેતા કનુ ભાલાળા અને કોંગ્રેસના નેતા હર્ષદ રીબડીયા એક સાથે ગરબા રમતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, માતાજીના ગરબા રમવામાં ક્યારેય રાજકારણ વચ્ચે આવતું નથી. પરંતુ હાલ ચૂંટણી ટાણે ભાજપ કોંગ્રેસ નેતા સાથે ગરબે રમ્યા હોવાનો વીડિયો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. સૌરાષ્ટ્રની બેઠક વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભાજપના પૂર્વ મંત્રી કનુ ભાલાળા સાથે ગરબે રમ્યા હતા. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિસાવદર શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં હર્ષદ રીબડીયા ભાજપ નેતા સાથે મન મૂકીને ગરબા ઘુમતા જૉવા મળી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube