ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેર જિલ્લા અને ગ્રામ્યમાં સેંસ પ્રક્રિયા હાથ ધરાશે અમદાવાદમાં આવતીકાલે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને, નગરપાલિકામાં હૈદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરુ થવા જઈ રહી છે. અત્યાર સુધીમાં હોદ્દેદારોની પસંદગી માટેની આ પ્રથમ વખતની ઘટના છે જયારે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સેન્સ લેવાઈ રહી હોય અમદાવાદમાં આવતીકાલે મહાનગરપાલિકા સિવાય અમદાવાદ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરુ થવા જઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્યો પણ પોતાની પસંદગી કોના ઉપર ઉતારે છે તે સૌથી મહત્વનો મુદ્દો છે-
અમદાવાદની વાત કરીયે તો માત્ર જિલ્લા પંચાયત અને ધંધુકા તાલુકા પંચાયત સિવાય અમદાવાદની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપના હોદ્દેદારો છે. માત્ર ગણતરીના દિવસોમાં તેમની ટર્મ પુરી થતા નવા હોદ્દેદારોની વરણીને લઇ આવતીકાલે સેન્સ પ્રક્રિયા શરુ થશે. મહાનગરપાલિકાની સેન્સ પ્રક્રિયા શાહીબાગ ખાતે ઓસવાલ ભવનમાં શરુ થશે જયારે અમદાવાદ જિલ્લામાટેની સેન્સ પ્રક્રિયા જેતલપુર APMC માં શરુ થશે. અપેક્ષિત સભ્યોમાં તમામ ધારાસભ્યો પણ પોતાની પસંદગી કોના ઉપર ઉતારે છે તે સૌથી મહત્વનો મુદ્દો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી નવી ટીમમાં સ્થાન મેળવવા નેતાઓએ પોતાના ગોડફાધરને રાજી કરવાના પ્રયત્નો શરુ કરી દીધા છે


અમદાવાદ મહાનગરપાલિકા અનર જિલ્લા પંચાયત માટે મહિલા અનામત-
અમદાવાદ મહાનગરપાલિકામાં 50 ટકા મહિલા આરક્ષણ હોવાથી મેયર તરીકે આ વખતે મહિલાની પસંદગી થવી નિશ્ચિત છે. બીજી તરફ અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ઓપન કેટેગરીમાંથી મહિલા આરક્ષણ રિઝર્વ છે. એવામાં જોવું એ રહ્યું કે આવતીકાલે શરુ થનારી સેન્સ પ્રક્રિયામાં કઈ મહિલાઓ ઉપર મેજોરિટી પોતાની પસંદગી ઉતારે છે


હાલ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પ્રમુખ હોદ્દા ઉપર-
ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે બહુમતી હાંસલ કરી હતી. જો કે રોટેશન મુજબ પ્રમુખ પદ ST કેટેગરી મારે રિઝર્વ હતું પરંતુ ભાજપ પાસે ST કેટેગરી મહિલા તરીકે કોઈ નામ ન હોવાને કારણે ભાજપે કોંગ્રેસના પારુબેન પઢારને સમર્થન આપી પ્રમુખ બનાવ્યા. જો કે આ વખતે મહિલા આરક્ષણ ઓપન કેટેગરી માટે રિઝર્વ હોવાને કારણે ભાજપના મહિલા પ્રમુખ બનશે.