વડોદરા : એક પ્રેક્ટિસ મેચ દરમિયાન ગુજરાતના સૌથી યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેએ બેટિંગ કરતા જોરદાર ફટકા માર્યા હતા. જો કે આ દરમિયાન બોલિંગ કરી રહેલા વડોદરાના યુવા મેયર કેયુર રોકડિયાને બોલ મોઢા પર વાગતા મોઢા પર 6 ટાંકા આવ્યા હતા. મોઢુ લોહીલુહાણ થયું હતું. સુરત ખાયે મેયર કપ ટુર્નામેન્ટનું આયોજન થવા જઇ રહ્યું છે. જેની પ્રેક્ટિસ માટે રવિવારે સવારે વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે શહેરના મેયર અને કાઉન્સિલર એકત્ર થયા હતા. દરમિયાન ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેએ બેટિંગ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં ખેતીના અનોખા અભિયાનની શરૂઆત, કચ્છમાં રણ નહી પણ હરિયાળા જંગલો હશે


મેયર કેયુર રોકડિયા બોલિંગ કરી રહ્યા હતા. રોકડિયાની બોલિંગ પર આયરે ફટકાબાજી કરી રહ્યો હતો. દરમિયાન સ્ટેટ શોટ મારવા જતા બોલ સીધો જ મેયરના મોઢા પર વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ મેયર ઢળી પડ્યા હતા. લોહીલુહાણ સ્થિતિમાં તેને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેને મોઢા પર 6 ટાંકા લીધા બાદ ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. હાલ તો તેમની સ્થિતિ સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. તેમને સંપુર્ણ આરામ કરવા માટેની સલાહ આપી છે. 


સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં 76 સાક્ષીની જુબાની પુર્ણ, ફેનિલને ફાંસીના માંચડે ચડાવવાની મજબુત કામગીરી


શ્રીરંગ આયરે વડોદરાના ગોત્રી, ગોરવા અને સુભાનપુરા વિસ્તારમાં આવેલી જાણીતા સમાજ સેવક અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનો પુત્ર છે. ભાજપ નેતા રાજે આયરેનો પુત્ર ગુજરાતનો સૌથી યુવા કોર્પોરેટર છે. આ ઉપરાંત રાજેશ આયરે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ધારાસભાની ટિકિટ વાંચ્છુક છે. સૌથી પ્રબળ દાવેદારો પૈકી એક છે. ભાજપમાં તે ખાસો દબદબો ધરાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube