અમદાવાદ : કોરોનાને કારણે ગુજરાતમાં સ્થિતિ કેટલી વિપરિત છે, તેનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય લોકો જ નહી પૈસાદાર અને વગદાર લોકો પણ બેડ મેળવવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા છે. સુરતમાં ભાજપનાં કોર્પોરેટર રહી ચુકેલા નેતા પોતાના જ પિતાનો બચાવ નહોતો કરી શક્યાં. એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફરતા રહ્યા પરંતુ તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર ઘટનાની કરૂણતા એવી છે કે, સ્વજનનાં મોત બાદ એમ્બ્યુલન્સનો ફોન આવ્યો અને દર્દી વિશે પુછ્યું જો કે ત્યાં સુધીમાં તેના પિતાનું અવસાન થઇ ગયું હતું. વિનોદ ગજેરા પોતાનાં પિતાને એક બેડ પણ અપાવી શક્યા નહોતા. ત્યારે સામાન્ય લોકો કેટલી ભયાનક સ્થિતીમાં હશે તેનો અંદાજ લગાવી શકાય. 


સુરત ખાતે રહેતા વિનોદ ગજેરાનાં પિતા રણછોડભાઇ ગજેરા અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા હતા. રણછોડભાઇ કોરોના સંક્રમિત થયા હતા અને તેમની સ્થિતી ધીરે ધીરે બગડવા લાગી હતી. તેમણે 108ને ફોન કર્યો પરંતુ એમ્બ્યુલન્સ આવી નહોતી. તમામ કોન્ટેક્ટ કામે લગાડી દીધા પરંતુ બેડ તો ઠીક તેઓ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરી શક્યા નહોતા. ત્યાર બાદ ખાનગી વાહનમાં લઇને હું હોસ્પિટલ હોસ્પિટલ ફર્યો પણ બેડ નહોતો મળ્યો અને આખરે તેમણે રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube