સુરતના અગ્નિકાંડને પગલે ભાજપનો નિર્ણય, PM મોદીનો સ્વાગત કાર્યક્રમ સાદગીપૂર્ણ રહેશે
લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવનાર છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ હતો જે હવે સુરતના અગ્નિકાંડના પગલે સાદગીપૂર્ણ રીતે યોજાશે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવનાર છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ હતો જે હવે સુરતના અગ્નિકાંડના પગલે સાદગીપૂર્ણ રીતે યોજાશે. સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ ઘટેલી આગની ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં. આ ઘટનાને પગલે ભાજપે પીએમ મોદીના સ્વાગત કાર્યક્રમને એકદમ સાદગીપૂર્ણ રાખવાનું નક્કી કર્યું છે. રંગેચંગે ઉજવણી કરાશે નહીં. જો કે જનઅભિવાદનનો કાર્યક્રમ યથાવત રહેશે.
આજે પદનામિત પીએમ મોદી ગુજરાતમાં, 2014માં જીત બાદ પણ ખાનપુરમાં યોજી હતી સભા
પીએમ મોદી અને અમિત શાહ સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાં તેમનું સ્વાગત સાદગીપૂર્ણ રીતે કરાશે. પછી એરપોર્ટ બહાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પશે. ત્યારબાદ ખાનપુરમાં આવેલ જેપીચોકમાં જાહેરસભાને સંબોધશે. ત્યાંથી રોડ શો સ્વરુપે પીએમ મોદી અને અમિત શાહ શહેરના ભાજપના કાર્યાલય ખાનપુર પહોંચશે. જ્યાં જનસભાને સંબોધન કરશે. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં આ અભિવાદન સમારોહમાં હાજર રહેશે. સભા બાદ પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સભા બાદ અથવા તો વહેલી સવારે પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈને 27 મેના રોજ દિલ્હી માટે રવાના થશે.
જુઓ LIVE TV