Rajkot Fire Case: ભ્રષ્ટ તંત્રના પાપે રાજકોટમાં 28 નિર્દોષ લોકો સળગીને મરી જતાં હવે ભાજપે ચૂંટણીમાં રૂપાલા જીતે તો જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. જી હા...તમામ મૃતકોના અગ્નિસંસ્કાર થઈ જાય પછી રાજકોટ ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરશે. જો કે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ પણ જાતની ફરિયાદ ના થતાં પત્રકારોએ સવાલ પૂછ્યા તેનો જવાબ આપવાના બદલે ભાજપના નેતાઓ ઊભા થઈને ચેમ્બરમાં રવાના થઈ ગયા. એક પણ નેતાએ જવાબ આપવાની તસ્દી લીધી નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુકેશ દોશીએ જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપ વિજય થશે તો ઉજવણી નહીં કરે. રાજકોટના TRP ગેમ ઝોનમાં અતિ કરુણ અને દુઃખદ ઘટના બની છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા તમામ દિવ્યંગતોને શ્રદ્ધાંજલિ આપું છું. તેમણે એક જાહેરાત કરતા કહ્યું કે 4 તારીખે ચૂંટણી પરિણામ બાદ કોઈ પણ ઉજવણી ન કરવા નિર્ણય લેવાયો છે. જે કાર્યકર્તાઓને મતદાન ગણતરી સ્થળ પર કામગીરી સોંપી છે તે સિવાય કાર્યકર્તા એકત્ર ન થાય તેવી અપીલ કરી છે.



જે લોકોને અગ્નિદાહ દેવાઈ જાય પછી હિન્દૂ રીતરિવાજ મુજબ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં પદાધિકારીઓ સામે પગલાં ક્યારે લેવાશે? આ સવાલનો જવાબ આપવાના બદલે તમામ નેતાઓ ઉભા થઈને ચાલતી પકડી હતી. અધિકારીઓ પર કાર્યવાહી ક્યા? આ સવાલ પૂછતાં જ ભાજપના નેતાઓએ ચાલતી પકડી હતી. પત્રકારોએ આકરા સવાલો પૂછતા જવાબો આપવાના સ્થાને ઉભા થઈને ચાલવા માંડ્યા હતા. એટલું જ નહીં, પોતાની ચેમ્બરના દરવાજા અંદરથી બંધ કરી જવાબ આપવા ટાળ્યું હતું. રામભાઈ મોકરિયાએ તો એટલે સુધી કહી દીધું હતું કે, આમાં મારે કાંઈ કહેવાનું નથી.