બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી (rajyasabha Election) હવે ભારે રોમાંચક બની રહેવાની છે. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ  અમીન (narhari amin) ના નામની જાહેરાત કરાઈ છે. આમ, ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારના નામો જાહેર કરી દીધા છે. ભાજપે અગાઉ સત્તાવાર રીતે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. બાદમાં કોગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ  અમીન ફોર્મ ભરશે. તો કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ઉમેદવારી નોંધાવશે. બંને પાર્ટીના ઉમેદવારો વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે. નોંધીનીય છે કે, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, અને 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાંથી બે દિગ્ગજ નેતાઓને રાજ્યસભાની ચૂંટણી માટે પસંદ કરાયા છે. શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને જ્યારે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે, તો ભાજપે પણ છેલ્લી ઘડીએ પાટીદાર કાર્ડ ખેલ્યું છે. ભાજપે તેમની સામે પાટીદાર ધારાસભ્યોને આકર્ષવા નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે. ભાજપના ત્રણેય ઉમેદવાર આજે બપોરે 12:39 મિનિટે ઉમેદવારીપત્ર ભરવા જશે.


નરહરિ અમીન મૂળ કોંગ્રેસી હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા નરહરિ અમીન 2012માં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નરહરિ અમીનને ટિકીટ મળે તેવી આશા જાગી હતી, પણ છેલ્લી ઘડીએ તેમની ટિકીટ કપાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...