કેતન ઇનામદાર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું બેઠક સફળ, રાજીનામું પરત ખેંચાશે
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.
રવિ અગ્રવાલ/વડોદરા : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.
એકબાજુ સાવલી ભાજપમાં ભડકો, બીજી બાજુ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની તબિયત લથડી
વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ અને કેતનભાઇ વચ્ચે બેઠક પુર્ણ થઇ ચુકી છે. દિલુભા ચુડાસમા અને કેતન ઇનામદાર વચ્ચે થયેલી બેઠક બાદ દિલુભાએ કહ્યું કે, બેઠક સફળ રહી છે. તેમની માંગણીઓ યોગ્ય છે, જેનું નિરાકરણ ટુંક જ સમયમાં પક્ષ દ્વારા લાવવામાં આવશે. ભાજપ પહેલાથી જ વિકાસને વરેલી પાર્ટી રહી છે. તેથી વિકાસનો કોઇ સવાલ જ નથી. આ ઉપરાંત પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી પણ કેતન ઇનામદાર સાથે મુલાકાત માટે આવી રહ્યા છે. આ બેઠક બાદ તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી લેશે. જો કે કેતન ઇનામદારે પોતાનું વલણ ફરી એકવાર દોહરાવતા કહ્યું હતું કે, જો મારી સમસ્યાનું નિરાકરણ આવશે તો જ હું માનીશ. સમાધાન કે ધમકીનો કોઇ સવાલ નથી. મારી જનતાનું કામ થાય તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube