Junagadh News જુનાગઢ : પૂર્વ પ્રવાસન મંત્રી અને ભાજપ નેતા જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જુનાગઢના એક નેતાની રજૂઆત કરી છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી બાદ સાંસદ અને મંત્રી મનસુખ માંડવીયાને લઈને થયેલા વિવાદ બાદ ફરી તેમણે સીધો પ્રધાનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. આ વખતે તેમણે જિલ્લા ભાજપના હોદ્દેદારો અંગે જાણ કરતો પત્ર લખ્યો છે. જેમા કહ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે. જિલ્લા પ્રમુખે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાનો પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે. સાથે જ જિલ્લા બીજેપી પ્રમુખ ત્રણ વિવિધ હોદ્દા ભોગવતા હોવાનો ઉલ્લેખ કર્યો. આ વાતની રજૂઆત કરાઈ હોવા છતાં પી એમ સુધી પહોંચી ન હોવાનો ઉલ્લેખ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાહર ચાવડાએ પત્રમાં શું લખ્યું...
આ કથા છે. જુનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની, આપણા શિસ્ત ને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વિગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારો ને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમા અપવાદ છે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તી કરેલ છે. એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે. 1.) જિલ્લા પ્રમુખ 2.) બેન્ક માં પ્રમુખ ૩.) માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવુ ઉદાહરણ આખા ગુજરાતમાં નહી જોવા મળે) બે જીલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યુ. ૧. તાલાળા ૨. વિસાવદર ૩. જુનાગઢ. કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્કકર પણ કરી. 


જતા જતા તબાહી મચાવતું જશે ચોમાસું, નવા વાવાઝોડાના રસ્તામાં ગુજરાત આવશે કે નહિ, આવી ગયા લેટેસ્ટ અપડેટ


 


નવી મુસીબત જમીનમાંથી આવશે, દરિયા નહિ પેટાળમાંથી પેદા થશે વાવાઝોડા, વૈજ્ઞાનિકોની ચેતવ