Gujarat Vidhansabha Opposition Leader : કોંગ્રેસ ભલે વિરોધપક્ષ નેતા તરીકે ધમપછાડા કરી લે પણ ભાજપ આ પદ આ વખતે આપવાના મૂડમાં નથી. અનેક વિવાદોને અંતે આખરે અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા જાહેર થયા છે. જેમને આ કામગીરી સંભાળી લીધી છે પણ કાયદો કહે છે કે 19 ધારાસભ્યો હોય તો જ વિરોધ પક્ષના નેતાનું પદ મળે છે. હાલમાં કોંગ્રેસ પાસે 17 ધારાસભ્યો છે. આમ ભાજપ સરકાર પર નિર્ભર છે કે સરકાર વિરોધ પક્ષના નેતાનું પદ આપશે કે નહીં? હવે આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર ચાલશે. આ દરમિયાન મોટા ખુલાસા થવાની સંભાવના છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. અત્યાર સુધીમાં સૌથી ઓછી બેઠકો આ ચૂંટણીમાં મળી છે. આમ છતાં કોંગ્રેસને ભરોસો છે કે ભાજપ વિરોધ પક્ષના નેતાનું પદ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સુધારા વિધેયક લાવશે
15 મી વિધાનસભામાં 156 ધારાસભ્યોના બળના મદ રહેલા ભાજપે વિપક્ષમાં 26 પૈકી સૌથી વધુ 17 સભ્યોવાળા કોંગ્રેસના સંસદિય દળના નેતાને વિપક્ષના નેતાનું પદ ન આપવાનું નક્કી કર્યુ છે. જેના માટે સરકારે 1979 ના ગુજરાત એક્ટ નંબર-16 ના કાયદાની કલમ 2 (બી) માં ‘વિપક્ષના નેતાની વ્યાખ્યા' બદલવાની તૈયારી કરી લીધી છે. એટલા માટે જ અધ્યક્ષે હજી સુધી કોંગ્રેસના સંસદિય દળના નેતાને ‘નેતા વિપક્ષ'ની માન્યતા આપી નથી. આ પદ માટે સરકાર કાયદામાં ‘વિપક્ષોમાં સૌથી વધુ સંખ્યા' એ શબ્દોને બદલે વિધાનસભાના કુલ સભ્યોના ૧૦ ટકા' મૂકવા સુધારા વિધેયક લાવશે. જો આ સુધારા વિધેયક પસાર થયું તો અમિત ચાવડા માટે સમસ્યા સર્જાઈ શકે છે. ચાવડા ન ઘરના ના ઘાટના થઈ જશે.


આ પણ વાંચો : 


લંપટ આસારામને આજે સજાનું એલાન થશે, આજે ચુકાદા પર સૌની નજર


પેપરલીક કૌભાંડની આવી હતી મોડસ ઓપરેન્ડી : 5 લાખમાં બહાર આવેલી એક ઝેરોક્ષ 12 લાખની થઈ


ખેડૂતોના નસીબ પર પડ્યું માવઠું : આ પાકોને થશે નુકસાન, ખઉભા પાકનો સત્યાનાશ વળી ગયો


બહુમતીના જોરે આખો કાયદો જ પલટાવી દેવાશે
આમ, પહેલા દિવસે જ્યારે વિપક્ષના નેતાના પદની માન્યતાનો પ્રશ્ન ઉપસ્થિત થશે એ દિવસે જ બહુમતીના જોરે આખો કાયદો જ પલટાવી દેવાશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સચિવાલયે બજેટ સત્ર માટે સોમવારે જાહેર કરેલા કેલેન્ડરમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન બાદ સરકારી વિધેયકોનો સમય ઠેરવ્યો છે. ૨૩મી માર્ચ સુધી ચાલનારા આ સત્રમાં ૨૫ દિવસ ગૃહનું કામકાજ ચાલશે. હવે આગામી સમય જ બતાવશે કે ભાજપ કયો નિર્ણય લેશે.


આ પણ વાંચો : મસાલા પીસવાના પત્થરથી પુત્રએ પિતાને મારી નાંખ્યા, મૂકબધિર પુત્રને આવ્યો હતો ગુસ્સો