BJP Gujarat : ચૂંટણી આવે એટલે નેતાઓ મતદારો સામે કરગતા હોય છે, પણ ચૂંટણી પતી જાય એટલે તું કોણ ઓર મેં કૌન. ત્યારે ભાજપના એક નેતાએ તો આ મામલે હદ વટાવી છે. ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરના વિવાદાસ્પદ ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. ZEE 24 કલાકના અહેવાલ બાદ રત્નાકરને બ્રહ્મજ્ઞાન આવ્યું હતું. રત્નાકરે મતદારોને શ્વાન ગણાવતી ટ્વીટ તાત્કાલિક ડિલીટ કરી નાંખી હતી. થોડીક બેઠકો ઓછી શું થઈ કે આ નેતા તો મતદારોને ગાળો આપવા લાગ્યા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરનું વિવાદાસ્પદ ટ્વીટ
‘કેટલું પણ સારું કામ કરવામાં આવે અમુક લોકોને તેના સાથે મતલબ નથી હોતો...’ તેવા લખાણ સાથે નવા બની રહેલ રોડ અને તેના પર ચાલી રહેલ શ્વાનનો ફોટો ટ્વીટ કર્યો હતો. તેની આગળ લખ્યું હતું કે, કુત્તો કો વિકાસ સે મતલબ નહિ હૈ.


Youtube પરથી હટાવી દેવાયું આ ફેમસ ગીત, ભારતમાં બની હતી ઢગલાબંધ રીલ્સ