Gujarat Poltiics ગાંધીનગર : શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂંક માટે ભાજપ એક્શનમાં આવી ગયું છે. શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે. 2 દિવસ સુધી ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે. પ્રમુખ માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે. જિલ્લા-શહેરના નિર્વિવાદિત ચહેરાઓને તક મળી શકે છે. 6 જાન્યુઆરી સુધીમાં 50%થી વધુ વિસ્તારોમાં આ નિમણૂંકો થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરપાલિકા, જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજ્યભરમાં શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. દાવેદારો કાર્યાલય ખાતે પોતાની દાવેદારી નોંધાવશે. આ માટે જિલ્લા શહેરોના પ્રમુખો માટે વય મર્યાદાની સીમા રાખવામાં નથી આવી. જોકે સક્રિય સભ્ય અને કામગીરી સહીતની બાબતો પર પક્ષ દ્વારા નિયમ બનાવાયા છે. 


ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત ગાંધીનગર મહાનગર નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા માટે ઈચ્છુક કાર્યકર્તાએ તે પ્રમુખપદ ની દાવેદારી માટે નીચેના સમય, સ્થળે અને તારીખે તેમજ નીચે શરતોને આધિન રહી ફોર્મ ભરવાનું રહેશે.


હજુ એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, જાન્યુઆરીની આ તારીખ નોંધી લો


પ્રમુખ માટેની દાવેદારી માટે


  • વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ - સક્રિય સદસ્યતા કાર્ડ - સક્રિય નંબર સાથે જીલ્લા/મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર)

  • જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. (ફરજીયાત)

  • જીલ્લા/મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.

  • પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)

  • જે જીલ્લા/મહાનગર પ્રમુખ સતત બે ટર્મ જીલ્લા/મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.

  • જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે).

  • પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.


સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂંકની પ્રક્રિયા તેજ
સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂંક માટે નિરીક્ષકો આજે સુરતમાં પહોંચ્યા છે. ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની રજૂઆતો સાંભળવાની શરૂઆત થઈ છે. નવા પ્રમુખ કોણ હશે તે વિશે તર્ક-વિતર્ક શરૂ થયા છે. હાલ સૌરાષ્ટ્ર અને સુરતની લોબીના નેતાઓ દાવેદાર બન્યા છે. ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા નેતાઓ રાકેશ શાહ, કુલદીપસિંહ સોલંકી, પંકજ દેસાઈ અને રમેશ ઉકાણી સુરતમાં પ્રમુખપદના દાવેદારોની રજૂઆતો સાંભળશે. દાવેદારોને સાંભળ્યા બાદ મોવડી મંડળને રીપોર્ટ કરશે...


જંત્રી-જંત્રી કરતા બિલ્ડરોને CM ની મોટી સલાહ, આટલુ કરશો તો પ્રોપર્ટી સો ટકા વેચાશે