• સુરતથી શરૂ થયેલી પેજ કમિટી સમગ્ર ગુજરાતમાં પ્રસરી, અને હવે પેજ કમિટીનો દેશભરમાં વિસ્તાર થશે

  • જેપી નડ્ડાએ કહ્યું કે ફરજિયાતપણે પેજ કમિટી લાગુ કરીએ છીએ. ગુજરાતમાંથી શીખીને અનુકરણ થાય તે મોટી આનંદની વાત


ઝી મીડિયા/બ્યૂરો :ભાજપમાં શરૂ થયેલી પેજ કમિટીની સિસ્ટમ હવે ભાજપ સમગ્રે દેશમાં લાગુ કરશે. ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે આવ્યા બાદ તરત પેજ કમિટી અને પેજ પ્રમુખ પર ભાર આપ્યો હતો. જેના બાદ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પોતાના વિસ્તારના વોર્ડમાં પેજ પ્રમુખ બન્યા હતા. ત્યારે હવે ભાજપ દેશભરમાં પેજ કમિટી પેટર્ન લાગુ કરશે. ગઈકાલે સુરતમાં યોજાયેલ પ્રચાર કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષે આ માહિતી આપી હતી. 


આ પણ વાંચો : PAAS એ સત્ય પત્રમાં કોંગ્રેસ વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું-આ રીતે પાર્ટીએ દગો દીધો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે ગઈકાલે સુરતના વોર્ડ 1 અને 2 માં પ્રચાર કર્યો હતો. સુરતના ઉતરાણ ખાતે સભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રચાર કાર્યક્રમમાં સીઆર પાટીલે કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે વાત થઈ છે. તેઓ દેશભરમાં પેજ કમિટી પેટર્ન લાગૂ કરશે. સુરતથી શરૂ થયેલી પેજ કમિટી સમગ્ર ગુજરાતમાં પ્રસરી, અને હવે પેજ કમિટીનો દેશભરમાં વિસ્તાર થશે. જેપી નડ્ડાએ કહ્યું કે ફરજિયાતપણે પેજ કમિટી લાગુ કરીએ છીએ. ગુજરાતમાંથી શીખીને અનુકરણ થાય તે મોટી આનંદની વાત છે. આપણા માટે ખૂબ મોટી ગર્વની વાત છે. પેજ કમિટીના સદસ્યો માટે પીએમ મોદી સંદેશો લખશે. 2-3 દિવસમાં પ્રધાનમંત્રી મોદી સંદેશો લખશે. પેજ કમિટીના 50 લાખથી વધુ સદસ્યો બનાવ્યા છે. બીજા 76 લાખ સદસ્યો બનાવવાનો આપણો ટાર્ગેટ છે. 


આ પણ વાંચો : અમદાવાદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનું સીધું ગણિત, બધા જ સમાજને સમાવતો ગુલદસ્તો બનાવ્યો



પેજ કમિટી સિસ્ટમ માટે તેમણે કહ્યું કે, પેજ કમિટી સિસ્ટમ અણુબોમ્બ છે. જેથી જેપી નડ્ડાએ પેજ કમિટી ફરજિયાત બનાવી છે. સુરતમાં સભામાં સીઆર પાટીલે કહ્યું કે, આ ચહેરા ઓળખી લેજો. પાંચ વર્ષ સુધી તમારી સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી લોકશાહી રીતે કરાઈ છે. 2 લાખ લોકોએ ટિકિટ માંગી હતી. જેમાંથી 9 હજાર લોકોની પસંદગી કરવાની હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમવાર આટલા ઉમેદવારે દાવેદારી કરી હતી. જેમાં નેતાઓના પુત્રને ટિકિટ નહિ આપવાનું નક્કી કર્યું હતું. લાયકાતવાળા ઉમેદવારો ઘણા હતા.