સીઆર પાટિલે કચ્છની ધરતી પરથી કોંગ્રેસ પર કર્યાં પ્રહાર, રામ મંદિર મુદ્દે કહ્યુ, `મોદી હૈ તો મુમકિન હૈ`
Lok Sabha Election 2024: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ આજે કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે ભુજમાં પાર્ટીની આધુનિક ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતા.
અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં હજુ સમય છે પરંતુ ગુજરાતમાં ચૂંટણી રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. જનમંચ દ્વારા લોકોની ફરિયાદો સાંભળવામાં લાગેલી કોંગ્રેસ પાર્ટી પર સીઆર પાટિલે મોટો હુમલો કર્યો છે. કચ્છમાં પાર્ટી કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પાટિલે કટાક્ષ કર્યો અને રામ મંદિરનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પાટિલે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીના નેતા ભાજપને કહેતા હતા કે મંદિર ત્યાં બનાવીશું પરંતુ તારીખ નહીં જણાવીએ. પાટિલે કહ્યું કે હું કોંગ્રેસના નેતાઓને કહુ છું કે 2024માં રામ લલાના દર્શન માટે અયોધ્યા પહોંચી જાવ.
કચ્છથી ભરી હુંકાર
પાટિલે કચ્છની ધરતી પરથી કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે મોદી હૈ તો મુમકિન છે. પાટિલે કહ્યુ કે, રાજ્યસભામાં કોંગ્રેસના એક નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કલમ 370ને ન અડવાની ચેતવણી આપી હતી અને કહ્યું કે, કંઈ છેડછાડ કરશો નહીં બાકી કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. પાટિલે કહ્યું કે, આ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છે, જેણે એક દિવસમાં કલમ 370 સહિત કલમ 35ને ઉખાડી ફેંકી અને એક કાંકરો ઉછાડવાની હિંમત ન થઈ. સીઆર પાટિલે આજે કચ્છ જિલ્લામાં બનેલા ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું.
આ પણ વાંચોઃ જો તમે પણ કપાસની ખેતી કરો છો તો આ વાતનું રાખો ખાસ ધ્યાન, સરકારે આપી મહત્વની માહિતી
મિશન 26 પર નજર
દેશમાં સર્વાધિક મતોથી લોકસભા ચૂંટણી જીતી રેકોર્ડ બનાવનાર પાટિલ નવસારીથી સાંસદ છે. પાટિલ પ્રદેશ અધ્યક્ષ તરીકે આવનારી લોકસભા ચૂંટણી જીતવાની તૈયારી કરી રહ્યાં છે. તે માટે સતત સંગઠનમાં ફેરફાર થઈ રહ્યાં છે. પાટિલે ત્રીજીવાર તમામ 26 લોકસભા સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પાટિલે જે સીટો પર પાર્ટી સતત ચૂંટણી જીતી રહી છે, ત્યાં જીતનું માર્જિન પાંચ લાખથી વધુ રાખવાનો ટાર્ગેટ રાખ્યો છે.
કચ્છ જિલ્લામાં કમલમનું ઉદ્ઘાટન
ભુજમાં ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું પાટિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે . ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લામાં અત્યાધુનિક કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. આજથી એક વર્ષ પહેલા ભાજપના કાર્યાલયનું સી.આર. પાટિલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. 14 મહિનામાં કચ્છ કમલમ કાર્યાલય તૈયાર કરીને આજે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર? રાજકોટમાં 90 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં પડ્યું બાગડું
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, ઝોન મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ દેવજી વરચંદ, 6 ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube