બનાસકાંઠાઃ બિપરજોય ચક્રવાત પસાર થયા બાદ ભાજપ ફરી ચૂંટણી પ્રચારમાં લાગી ગયું છે. બનાસકાંઠામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અલગ અંદાજમાં દેખાયા હતા. પાટીલે કહ્યું કે 156નો વિજય તો માત્ર ટ્રેલર છે. પાટીલે કહ્યું કે તમે બધાએ 156 સીટો જીતીને દેખાડી આ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું ત્રણ વર્ષ પહેલાં જ પ્રમુખ બન્યો હતો. આવતા મહિને ત્રણ વર્ષ પૂર્ણ થશે. તમે બધાએ 26માંથી 26 બેઠકો બે વખત જીતી છે. પાટીલે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ફરીથી 26 બેઠકો જીતવાની છે, પરંતુ આ વખતે દરેક ઉમેદવારની જીતનું માર્જીન પાંચ લાખ મતોનું હોવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીલે પ્લાન જણાવ્યો
પાટીલે લોકોને સંબોધતા કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલાં તમે બધાએ 156 સીટો આપીને ટ્રેલર બતાવ્યું છે. ભાજપને ત્રીજી વખત પણ લોકસભાની 26 બેઠકો જીતાડવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીતનો શ્રેય સીઆર પાટીલને આપવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે તમે બધાએ મોદીજીના ચરણોમાં 156 બેઠકો ધરી છે આ માટે આપ સૌનો આભાર.  અમે નક્કી કર્યું છે કે દરેક ઉમેદવાર પાંચ લાખ મતોથી જીતે. અત્રે નોંધવું ઘટે કે, પાટીલ જુલાઈ 2020 માં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. જેમણે જીતુ વાઘાણીનું સ્થાન લીધું હતું.


આ પણ વાંચોઃ અમદાવાદ : 13 વર્ષની દીકરી પાસેથી મોબાઈલ લેતા તેણે માતાપિતાની હત્યાનો બનાવ્યો પ્લાન


5 લાખનો લક્ષ્યાંક છે
રાજ્યમાં લોકસભાની 26 બેઠકો છે. ભાજપે બે વખત તેમના પર કબજો કર્યો છે. કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી. પાટીલ આ લોકસભા ચૂંટણીમાં પાંચ લાખથી વધુ મતોથી તમામ બેઠકો જીતીને નવો રેકોર્ડ બનાવવા માંગે છે. પાટીલ પોતે નવસારીમાંથી ત્રીજી વખત લોકસભાના સભ્ય છે. તેઓ છેલ્લી લોકસભા ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ મતોથી જીત્યા હતા. તેઓ 6,89,688 મતોથી જીત્યા હતા. પાટીલને  8,20,831 મત મળ્યા હતા, જે કુલ મતોના 74.37 ટકા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube