Ahmedabad News : પીએમ મોદી જન્મ દિવસ પર ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 16 અને 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે. આ માટે ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. ત્યારે 16 સપ્ટેમ્બરે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદના GMDC મેદાનમાં 1 લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થશે. ગુજરાતના લોકલાડીલા નેતાનું ભવ્ય સ્વાગત કરાશે. ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે સીઆર પાટીલે આ કાર્યક્રમ અંગે જાહેરાત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ
પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં બનાસકાંઠા તથા અમદાવાદના કાર્યક્રમોમાં હાજરી આપશે. બનાસકાંઠામાં વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો સેવાઓની શરૂઆત કરાવશે. જોકે, પીએમઓ તરફથી આખરી સૂચના બાદ કાર્યક્રમોની જાહેરાત થશે. 


ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ લેટેસ્ટ સ્થિતિ


ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરાયો. સૌથી પહેલા મુખ્યમંત્રીને સભ્ય બનાવી અભિયાનની શ્રીગણેશ કરાયા. આ સદસ્યતા અભિયાનમાં 2 કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય છે. હાલ ભાજપમાં 1 કરોડ 13 લાખ જેટલા સભ્યો છે. 2 કરોડ સભ્યો કરવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો. ગઈકાલે પ્રધાનમંત્રી મોદી દિલ્હી ખાતે ફરીથી ભાજપના સદસ્ય બન્યા હતા. તો આજથી ભાજપના પુન સભ્ય બનવા ભાજપનું સદસ્યતા ગુજરાતમાં એક્ટિવ થયું.


 


ગુજરાતના આ શહેરને કોની નજર લાગી! એક જ મહિનામાં ત્રીજીવાર પૂર આવ્યું! શાળાઓમાં રજા જાહેર


હાલ ગુજરાત ભાજપના 1 કરોડ 13 લાખ સભ્યો છે. જેમાં 1 લાખથી વધુ સક્રિય સભ્યો છે. ગુજરત પ્રદેશ ભાજપના 2 કરોડ સભ્ય બનાવવા માટે ટાર્ગેટ અભિયાન આજથી શરૂ કરાયું. આજથી ભાજપના પ્રાથમિક સદસ્ય અભિયાન 15 ઑક્ટોબર સુધી યોજાશે. 15 ઑક્ટોબર બાદ યોજશે સક્રિય સદસ્ય અભિયાન યોજાશે. 


કાર્યક્રમ પ્રસંગે સીઆર પાટીલે કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ભાજપાના મહામંત્રી હતા ત્યારે લોહી પરસેવો રેડીને સંગઠન ઉભુ કર્યુ. અમિત શાહનો પણ તેમાં સહયોગ રહ્યો છે. ગુજરાત યુપી કરતાં ત્રણ ગણું નાનું હોવા છતાં સભ્ય પદમાં દેશમાં પ્રથમ નંબરે રહેવાનું ટાર્ગેટ છે. આ પડકાર નથી આપણે નક્કી કરેલો ટાર્ગેટ છે. સંગઠન મજબૂત હશે તો તમે ચુટણી જીતી શકો અને સરકાર બનાવી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 અને 17 તારીખે ગુજરાતમાં આવવાના છે. ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક લાખ લોકોની હાજરીમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યાનું અભિવાદન કરાશે. 


ગુજરાતમાં ગંભીર છબરડો! રાજીનામું આપનાર આપના ગોપાલ ઈટાલિયાને આપ્યું પ્રમોશન