અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કાલથી ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદના બાપુનગર, ઉત્તમનગર, નિકોલમાં ભવ્ય રોડશો આયોજીત કર્યો હતો. ડોઢ કિલોમીટર લાંબા રોડશોમાં હજારો લોકો અને આપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓએ આપેલા આ પ્રેમ અને સન્માન બદલ આભાર. ગુજરાતમાં પેપર ફૂટવા જાણે કે ફેશન બની ગઇ છે. આ લિકેજને બંધ કરવી પડશે. ગુજરાતમાં દરેક જગ્યાએ લિકેજ છે. શિક્ષણ વેચાઇ રહ્યું છે. કમળનું ફુલ કિચડમાં ઉગે છે. અને કિચડને સાફ કરવા માટે હંમેશા ઝાડુની જરૂર પડે છે. ભ્રષ્ટાચારના કિચડને સાફ કરવા માટે હવે ગુજરાતીઓ હાથમાં ઝાડુ પકડે તે જરૂરી બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં અંગત મિત્રોએ મળીને પોતાના જ મિત્રનું ઢીમ ઢાળી દીધું અને તેની પત્ની...


ભગવંત માને જણાવ્યું કે, ખોડિયાર માતાના આશીર્વાદ છે. અમે લડાઇ લડી રહ્યા છીએ. તેમાં ખોડીયાર માતા શક્તિ આપે તેવી માંગ કરે છે. ગુજરાતીઓની દેશભક્તિમાં કોઇ જ કમી નથી. ભીડ અને ત્રિરંગો અરવિંદ કેજરીવાલ માટે નવી વાત નથી. દિલ્હી પંજાબને તો સર કર્યું હવે અમારૂ લક્ષ્યાંક ગુજરાત છે. 


હવે બ્રાહ્મણો સાથે પણ જાતીના આધારે ભેદભાવ? મહિલાએ હાઇકોર્ટમાં અરજી કરીને જણાવ્યું કે...


કેજરીવાલે કહ્યું કે, અમે દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખતમ કર્યો, પંજાબમાં ભગવંત માને ગણત્રીના દિવસોમાં ભ્રષ્ટાચાર દુર કર્યો. અહીં 25 વર્ષથી ભાજપ છે. તેમ છતા ભ્રષ્ટાચાર દુર નથી કરી શક્યાં. હું કોઇ પણ પાર્ટીનું ખરાબ કહેવા માટે નથી આવ્યો. હું તો કહેવા માંગુ છું કે, અમને એક તક આપો. હું ગુજરાતને જીતાડવા માટે આવ્યો છું, ગુજરાતીઓને જીતાડવા માંગુ છું. અમને 5 વર્ષ આપો જો તમને પસંદ ન આવે તો સરકાર બદલી નાખજો. અમારી સાથે જે ત્રિરંગા લઇને આવી રહ્યા છે. તે લોકોમાં રાજનીતિ નહી પરંતુ દેશભક્તિ છે. દિલ્હીમાં અમે શાળાઓ અને હોસ્પિટલોની સ્થિતિ સુધારી છે. વીજળી 24 કલાક આવે છે. પંજાબમાં ખાનગી શાળાઓ એક પણ રૂપિયાનો વધારો નહી કરી શકે. 25 હજાર નવી નોકરીઓનું સર્જન કર્યું, એક પણ પેપર નહી ફૂટે અમે દેશ અને ગુજરાતને જીતાડવા માંગીએ છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube