હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી: ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુગલ ઠાકોરનું નામ જાહેર થતા મહેસાણામાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જુગલજી ઠાકોર ઉત્તર ગુજરાતના એક મોટા ઠાકોર નેતા છે. અને બક્ષીપંચ મોરચાના શહેર મંત્રી તરીકે ભાજપમાં કાર્ય કરી રહ્યા છે. મંગળવારે બપોરે બન્ને ઉમેદવારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ફોર્મ ભરશે.


મહત્વનું છે, કે જુગલ જી ઠાકોરએ પાટણ તેમજ મહેસાણા લોકસભાની ટીકીટની માગણી કરી હતી. ત્યારે ભાજપ દ્વારા ભાજપ ઉત્તર ગુજરાતમાંથી એક યુવા ચહેરા તરીકે જુગલજી ઠાકોરની જાહેરાત કરી છે. જુગલજી ઠાકોર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે. તેમને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. 


વર્તમાન વિદેશ મંત્રી એસ. જયશંકર અગાઉની ભાજપ સરકારમાં વિદેશ સચિવ બનવામાં આવ્યા હતા. જ્યારે વર્તમાન ભાજપ સરકારમાં એસ. જયશંકરને વિદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એસ. જયશંકર ચૂંટણાયેલા  વ્યક્તિ ન હોવાથી તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.


કોંગ્રસે રાજ્યસભાની ચૂંટણી માટે 5 નામ કર્યા નક્કી, મનીષ દોશીને મળશે ચાન્સ


જુઓ LIVE TV



ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઇને 5 નામો હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા 5 નામ નક્કી કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવ્યા છે. જેમાં ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી, બાલુભાઈ પટેલ, મનીષ દોશીના નામનો સમાવેશ થાય છે.