હિતેન વિઠલાણી/અમદાવાદ: ભાજપે આ સૂત્ર એવા સમયે પસંદ કર્યું છે, જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને શુક્રવાર (22 ડિસેમ્બર)થી દિલ્હીમાં પાર્ટી અધિકારીઓની બે દિવસીય બેઠક શનિવારે સાંજે પૂર્ણ થઈ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ ના ચાણક્ય કહેવાતા ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ ભાગ લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની પહેલી યાદી ક્યારે આવશે?
આ બેઠકમાં વિકાસ ભારત સંકલ્પ અભિયાનની સાથે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમના વિધાનસભા ચૂંટણી પરિણામો પર પણ ચર્ચા થઈ  છે. વાસ્તવમાં હિન્દી ભાષી રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપે મોટી જીત મેળવી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસને સત્તા મળી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીઓને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે.


આ જ કારણ છે કે સૂત્રોએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીની તર્જ પર, લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ભાજપ તેના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરશે, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં લોકસભા ચૂંટણી ને લઈ ભાજપ પ્રથમ યાદી પણ જાહેર કરી શકે છે. 


ભાજપે કયા કયા નારા આપ્યા?
પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર બે વખત બહુમતી મેળવી છે. વર્ષ 2014માં પાર્ટીએ 'અચ્છે દિન આને વાલે હૈ' નો નારો આપ્યો હતો. જ્યારે 2019માં ભાજપે 'ફિર એકબાર મોદી સરકાર' નો નારો આપ્યો હતો.


બીજેપીનો નવો નારો "સપને નહિ હકિકત બુનતે હૈ, ઇસલિએ તો સબ મોદી કો ચુનતે હૈ" એક આશ સાથે આપવામાં આવ્યો કે જીત ની હેટ્રીક  થશે. પીએમ મોદીએ પણ અનેક અવસરો પર દાવો કર્યો છે કે લોકો તેમને ફરીથી પસંદ કરશે અને તેમની જ સરકાર ને ચૂંટશે..