બ્રિજેશ દોશી/ અમદાવાદ: ગુજરાતમાં ભાજપ સરકાર (BJP Government) દ્વારા જન આશીર્વાદ યાત્રા શરૂ કરાઈ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) આજે ફાગવેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાથીજી મહારાજના દર્શન કર્યા હતા. ત્યારે મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે (Devusinh Chauhan) પણ દર્શન કર્યા હતા. દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રામાં (Jan Ashirwad Yatra) આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાયા હતા. ત્યારે ફાગવેલમાં મુખ્યમંત્રીએ જન સભાને સંબોધન કરતા ગુજરાતની જનતા વતી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણન શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી મોદીને પણ ગુજરાત વતી ધન્યવાદ અને આભાર વ્યક્ત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમ ઈતિહાસમાં 8 કેન્દ્રીય મંત્રીઓ (Union Ministers) હોય એવું પહેલીવાર બન્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસની (Congress) સરકારોમાં ગુજરાતને અન્યાય થતો હતો. ગુજરાતનું દિલ્હીમાં (Delhi) કઈં ઉપજતું નહોતું. પ્રધાનમંત્રી (PM), ગૃહમંત્રી (Home Minister), વિદેશ મંત્રી (External Affairs Minister) ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. દેવુસિંહ ભાઈને  (Devusinh Chauhan) પણ મહત્વનો વિભાગ સોંપ્યો છે. ગુજરાતના સાંસ્કૃતિક ધરોહર, ધર્મસ્થાનોના દર્શન કર્યા તેમજ માં અંબાના આશીર્વાદથી યાત્રાની (Jan Ashirwad Yatra) શરૂઆત કરી હતી અને આજે ભાથીજી મહારાજના દર્શન કર્યા.


આ પણ વાંચો:- સફેદ દૂધનાં કાળા કારોબારનો પર્દાફાશ, તમારી હેલ્થ સાથે રમત કરી રહેલા આરોપીઓમાંથી એકની ધરપકડ


આ ભાજપ છે જે જનતાના સુખે સુખી, જનતાના દુઃખે દુઃખી છે. સરકાર બનાવીને જનતાને ભૂલી નથી જતા. કોંગ્રેસ કુટુંબ આધારિત છે, ભાજપ કાર્યકરો આધારિત છે. દેવુસિંહના પરિવારમાં કોઈ મુખ્યમંત્રી કે રાજકારણી નહોતું. સામાન્ય કાર્યકરને મંત્રી બનાવતી આ પાર્ટી ભાજપ છે. અમે પદને જવાબદારી ગણીએ છીએ. સત્તા નહિ પણ સેવાનું સાધન છે. નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લોકોની અપેક્ષા પુરી કરવા કામ કરી રહ્યા છે. રામમંદિર કરોડો હિંદુઓની અપેક્ષા હતી.


આ પણ વાંચો:- Only Indian ના નામથી જાણીતા આ ગુજ્જુની અનોખી સેવા, સાયકલ પર ફરીને કરે છે સેવાયજ્ઞ


અમારો મંત્ર અયોધ્યામાં રામ, યુવાનોને કામ, ખેડૂતોને સાચો ભાવ, ઓછી મોંઘવારીનો છે. કોંગ્રેસના શાસનમાં લાલચોક શ્રીનગરમાં તિરંગો ફરકતો નહોતો. આતંકીઓ ખુલ્લેઆમ ધમકી આપતા હતા. છેલ્લા 7 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારે કાશ્મીરમાં પગલાં લીધા તેની અસર દેખાઈ રહી છે. શ્રીનગરમાં આ વખતે તિરંગો આન બાન શાન સાથે લહેરાયો હતો. આવનારા દિવસોમાં કોમન સિવિલ કોડની વાતો શરૂ થઈ છે.


આ પણ વાંચો:- આણંદ પોલીસે આરોપીઓને ઝડપી બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો, બે મહિલા સહિત પાંચ ની ધરપકડ


સરકાર ગરીબોની, પીડિતોની, શોષિતોની છે એ સાબિત કર્યું છે. જનધન, ઉજ્જવલા યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના, ગરીબોને 6 મહિના સુધી મફત રાશન આપ્યું. મારી સરકારે 5 વર્ષમાં 19 હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે ખરીદી કરી છે. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં તમારો સમાવેશ યોગ્ય સમયે થયો છે. તમે બદલાતા ઈતિહાસના ભાગ બનવા જઈ રહ્યા છો. ગુજરાતે વેકસીનના 4 કરોડ ડોઝ આપ્યા છે.


આ પણ વાંચો:- અમદાવાદ: સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે ગુજાર્યો બળાત્કાર, 4 આરોપીની ધરપકડ


ત્યારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું જન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ જ એવો પક્ષ છે જ્યાં સામાન્ય કાર્યકરને મંત્રી બનાવવાની તક આપે છે. 3-4 લોકસભાના પ્રવાસ સાથેની જન આશીર્વાદ યાત્રા આજે મારા પોતાના જિલ્લામાં પહોંચી છે. યાત્રાને કલ્પના બહારનું પ્રચંડ જન સમર્થન મળ્યું છે. જન પ્રતિનિધિનો જન્મ જનતાની કુખે થાય છે. તમામ વર્ગના સામાન્ય લોકોને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. દેશના વિકાસમાં ખિસકોલીના નાના સ્વરૂપે ફાળો આપીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube