ભાજપ: કપરાડામાં જીતુ ચૌધરીની 47066 મતે ડાંગના વિજય પટેલની 60095 મતે વિજય
કપરાડા-ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. જેમાં પહેલા રાઉન્ડથી ડાંગ અને કપરાડાબંન્ને બેઠકો પર ભાજપ આગળ હતું. કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60095 મતે જીત થઇ છે. જ્યારે ડાંગના કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી કેન્દ્ર છોડ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી હતી. જેથી કપરાડામાં ભાજપને 112941અને કોંગ્રેસને 65875 મત મળ્યા હતા. જ્યારે ડાંગમાં ભાજપને 94006 અને કોંગ્રેસને 33911 મત મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડામાં 4 ઉમેદવાર છે અને ડાંગમાં 9 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.
સુરત : કપરાડા-ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. જેમાં પહેલા રાઉન્ડથી ડાંગ અને કપરાડાબંન્ને બેઠકો પર ભાજપ આગળ હતું. કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60095 મતે જીત થઇ છે. જ્યારે ડાંગના કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી કેન્દ્ર છોડ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી હતી. જેથી કપરાડામાં ભાજપને 112941અને કોંગ્રેસને 65875 મત મળ્યા હતા. જ્યારે ડાંગમાં ભાજપને 94006 અને કોંગ્રેસને 33911 મત મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડામાં 4 ઉમેદવાર છે અને ડાંગમાં 9 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.
આણંદના પૂર્વ ધારાસભ્ય અને ખાણ ખનીજ મંત્રી રોહીત પટેલનું CORONA ને કારણે અવસાન
કપરાડામાં 77.50 ટકા મતદાન થયું હતું
કપરાડા વિધાનસભાની 3 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં આદિવાસી વિસ્તારના મતદારોએ ખુબ જ મતદાન કરતા 77.50 ટકા જેટલું વિક્રમી મતદાન નોંધાયું હતું. ભાજપા ઉમેદવાર જીતુભાઇ ચૌધરી અને કોંગ્રેસના બાબુભાઇ વરઠા વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પ્રકાશ પટેલ અને બીટીપીના જયેન્દ્ર ગાવિત પણ મેદાનમાં હતા. આ ચૂંટણી યોજાયા બાદ હવે કપરાડાની સરકારી વિનયન કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
GUJARAT CORONA UPDATE: નવા 1049 દર્દી, 879 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત
કોવિડ સેન્ટરમાં તમામ ગાઇડ લાઇનનું પાલન
જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર રાવલે કોવિડ 19 હેઠળ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. સ્ટાફને સુચના કરવામાં આવી હતી કે તમામ કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તે જરૂરી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઇવીએમ અને વીવીપેટના મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube