ભાજપના નેતાનો દારૂનો વીડિયો વાયરલ, મંત્રી ઇશ્વર પરમારે પણ આપ્યો ઉડાઉ જવાબ
રાજ્યની ભાજપ સરકાર સમયાંતરે દારૂબંધી અંગે છાશવારે અવનવા દાવાઓ કરતી રહે છે. જો કે આજે વાયરલ થયેલા આ વીડિયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડો પણ ઉઘાડા પાડી દીધા છે. આ વીડિયો અંગે ભાજપ શું પગલા ભરે છે તે જોવું રહ્યું. સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયત બાબતે બેઠક 2ના સભ્ય શકુંતલા રાઠોડનો દારૂ વેચતો વીડિયો વાયરલ થયો છે.
સુરત : રાજ્યની ભાજપ સરકાર સમયાંતરે દારૂબંધી અંગે છાશવારે અવનવા દાવાઓ કરતી રહે છે. જો કે આજે વાયરલ થયેલા આ વીડિયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડો પણ ઉઘાડા પાડી દીધા છે. આ વીડિયો અંગે ભાજપ શું પગલા ભરે છે તે જોવું રહ્યું. સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયત બાબતે બેઠક 2ના સભ્ય શકુંતલા રાઠોડનો દારૂ વેચતો વીડિયો વાયરલ થયો છે.
આ મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ દારૂ વેચતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ ભાજપની તાલુકા પંચાયતના સભ્ય છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, તે લિસ્ટેડ બુટલેગર છે. ભાજપમાં મંત્રી રહેલા ઇશ્વર પરમારના ગામની તાલુકા પંચાયતના સભ્ય છે. આ મુદ્દે ઇશ્વર પરમારને પુછવામાં આવતા તેમણે પણ ઉડાઉ જવાબ આપતા જણાવ્યું કે, આ અમારા સંગઠનનો વિષય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube