રઘુવીર મકવાણા/બોટાદ: વિધાનસભાની ચૂંટણી ટાણે નેતાઓ વચ્ચે નારાજગી જોવા મળતી હોય છે. હવે પાર્ટીઓના નેતાઓમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી પોપટ અવૈયાની સૌરભ પટેલ સામેની નારાજગીનો વીડિયો વાયરલ થયો છે. નારાજગીનો વીડિયો વાયરલ થતા રાજકારણ બરાબરનું ગરમાયું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિવાદ બાદ બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી પોપટ અવૈયા સુરેશ ગોધાણીના સમર્થનમાં આવ્યા છે. સુરેશ ગોધાણી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ હાલમાં સુરેન્દ્રનગર પ્રભારી અને બોટાદ વિધાનસભા 107માં ભાજપના દાવેદાર છે. સુરત ખાતે બોટાદ- ગઢડા યુવા સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌરભ પટેલ પ્રત્યે નારાજગી સામે આવી છે.


વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોને એક થઈ સુરેશભાઈ ગોધાણીના સમર્થનમાં રહેવા પોપટ અવૈયાએ આહવાન કર્યું હતું. 25 વર્ષથી કોઈને નેતા બનવા દીધા નથી, તેવું કહી જાહેરમાં નામ લીધા વગર સૌરભ પટેલનો ખુલ્લો સુરતમાં વિરોધ થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube