રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપના નેતાએ કર્યો કાંડ, ડોક્યુમેન્ટમાં ચેડાં કરી બદલાવી જન્મતારીખ
ભારતીય જનતા પક્ષ હંમેશા કહે છે કે તે શિષ્તમાં માને છે અને તેના કાર્યકરો શિષ્તમાં રહે છે. પરંતુ રાજકોટમાં ભાજપના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે ડોક્યુમેન્ટમાં ચેડાં કર્યાં છે.
રાજકોટઃ ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફાર થવાનો છે. ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં પણ કેટલાક મહત્વના પદો માટે વયમર્યાદા નક્કી કરી છે. તાલુકા પ્રમુખ હોય કે વોર્ડ પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીએ 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે. પરંતુ રાજકોટમાં ભાજપના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મતારીખ બદલી નાખી. તમે પણ જાણો આ સમગ્ર ઘટના શું છે.
જન્મતારીખ સાથે કર્યા ચેડા
ગુજરાત ભાજપને કલંકિત કરતી ઘટના રાજકોટથી સામે આવી છે,,બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મતારીખમાં બદલી નાંખી. વાત એમ છે કે વોર્ડ પ્રમુખ માટે ભાજપે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે અને ખાસ કિસ્સામાં મહત્તમ 45 વર્ષની વય નિશ્ચિત કરાઇ છે.જો કે વિપુલ મોખેલાની ઉંમર 50 વર્ષ છે, પરંતુ વોર્ડ પ્રમુખ બનવા લાલચ એટલી હતી કે ઉંમર 6 વર્ષ નાની બતાવવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મ તારીખમાં ચેડાં કર્યા છે.
વિપુલ માખેલાનો જન્મ વર્ષ 1974માં થયો હતો,પરંતુ તેણે જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું..આ વાત ધ્યાને આવતા વિપુલને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયો છે.
ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા માટે ઉંમરની મર્યાદા 40 વર્ષ રાખવામાં આવી છે. કેટલાક ખાસ કિસ્સામાં ઉંમરની મર્યાદા 44 વર્ષ પણ છે...પરંતુ રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ મોખેલાએ આધારકાર્ડ અને જન્મના દાખલામાં ચેડા કર્યા...અને પોતાની ઉંમર 44 વર્ષ બતાવી....ખરેખર વિપુલ મોખેલાનો જન્મ 1974માં થયો હતો...પરંતુ તેમણે ચેડા કરીને જન્મનું વર્ષ 1980 કરી નાંખ્યું....રાજકોટના વોર્ડ નંબર 14મા પ્રમુખ બનવા માટે વિપુલ મોખેલાએ ફોર્મ ભર્યું હતું...ફોર્મની સાથે તેમને જન્મના દાખલાની અને આધાર કાર્ડની નકલ આપવાની હતી...જ્યારે બન્ને નકલ ચેક કરવામાં આવતાં સામે આવ્યું કે જન્મના વર્ષમાં છેડછાડ કરવામાં આવી છે...
શું કર્યું કાંડ?
ભાજપમાં વોર્ડ પ્રમુખ બનવા માટે ઉંમરની મર્યાદા 40 વર્ષ
કેટલાક ખાસ કિસ્સામાં ઉંમરની મર્યાદા 44 વર્ષ
વિપુલ મોખેલાએ આધારકાર્ડ, જન્મના દાખલામાં ચેડા કર્યા
ડોક્યુમેન્ટમાં ચેડા કરીને પોતાની ઉંમર 44 વર્ષ બતાવી
વિપુલ મોખેલાનો જન્મ 1974માં થયો હતો
મોખેલાએ ચેડા કરીને જન્મનું વર્ષ 1980 કરી નાંખ્યું
વોર્ડ પ્રમુખ બનવા માટે નીકળેલા વિપુલ મોખેલાને હવે બક્ષીપંચ મોરચાનું મંત્રી પદ પણ ગુમાવવાનો વારો આવી શકે છે...એટલું જ નહીં તેમને પક્ષમાંથી પણ હાંકી કાઢવાની કવાયત શરૂ થઈ ગઈ છે..ડોક્યુમેન્ટમાં છેડચાડનો મામલો ભાજપે ગંભીરતાથી લીધો છે. ભાજપના વોર્ડ પ્રમુખનું પદ એવું તે કેટલું મહત્વનું છે કે નેતાજીએ તે મેળવવા માટે આટલી મોટી ભૂલ કરી નાંખી?, એવું તે શું છે આ પદમાં કે સરકારી ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા?, ડોક્યુમેન્ટમાં ચેડા કરવા તે મોટી ગંભીર બાબત છે તેનો ખ્યાલ વિપુલ મોખેલાને નહતો?, આવા તો અનેક સવાલ છે જે ઉઠી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ આવા નેતાને ક્યારે પક્ષમાંથી હાંકી કાઢે છે?...