મુસ્તાક દલ/જામનગર : મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને જામનગર મનપામાં વર્ષ 2015 થી અત્યાર સુધી કરવામાં આવેલ ભરતી અને બઢતીને લઈને પત્ર લખી રજુઆત કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા પત્રમાં જણાવ્યા મુજબ જામનગર મનપામાં અત્યાર સુધી લાયકાત બઢતી કે બદલી કરવામાં આવી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



પોલીસની રેઢીયાળ નીતિથી લોકો લોકરમાં દાગીના મુકે છે પણ હવે બેંકો પણ રેઢીયાળ બની


ભાજપનાં જ નેતા ભાજપની સામે ફરિયાદ...
જ્યારે વર્ષ 2015 ના મંજુર થયેલ જનરલ સેટઅપ મુજબ સેટઅપમાં નિયત થયેલ લાયકાત મુજબ ભરતી અને બઢતી કરવાની હોય છે. જે નિયમોનું પાલન ન કરાયો હોવાનો ઉલ્લેખ કર્યો છે સાથે સાથે જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનું શાસન હોય અને ભાજપના જ શાસક પક્ષના ડેપ્યુટી મેયર દ્વારા મનપાની વહીવટી પ્રક્રિયા અંગે આ પત્ર લખાતા મનપા વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.



રૂપલને સાબીર સાથે પરિચય થયો અને પછી શું સુજ્યું કે સીધી હત્યાની સોપારી જ આપી દીધી


બોટાદમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો...
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત બોટાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ શાસક પક્ષ દ્વારા જ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 2019 થી 2021 દરમિયા વોટર વર્કર્સ શાખામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારાના આક્ષેપ છે. વોર્ડ નંબર 10ના સભ્ય મેઘજીભાઇએ જ આ આરોપ લગાવ્યો હતો. અધિકારીઓની પણ સંડોવણીના આક્ષેપો કરાયા હતા. આ અંગે પાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હોવા છતા પણ ધ્યાને નહી લેવાયાનો આક્ષેપ કર્યો હતો. કોન્ટ્રાક્ટ અપાયા બાદ નગરપાલિકાએ પોતે પાઇપ ખરીદીને કોન્ટ્રાક્ટરને ફાળવી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube