વડોદરામાં માત્ર હપ્તાખોરી ચાલી રહી છે, કામના મામલે શૂન્ય, ભાજપના નેતાએ જ મનપાના કામ પર ઉઠાવ્યા સવાલ
Vadodara News: ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ જીતુ સુખડિયાએ વડોદરાની દુર્દશા પર સવાલ ઉઠાવ્યા છે. સુખડિયાએ એક કાર્યક્રમમાં જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સુખડિયા 2022 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. તેઓ એકવાર ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.
વડોદરાઃ ગુજરાતના સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના કામ પર હવે પાર્ટીના નેતાઓએ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. વડોદરાની દુર્દશા પર ભાજપના વરિષ્ઠ નેતાએ સવાલ ઉભા કર્યાં છે. વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભાથી ચાર વખત ધારાસભ્ય અને એકવાર મંત્રી રહેલા જીતુ સુખડિયાએ શહેરમાં હપ્તા વસૂલીનો આરોપ લગાવ્યો છે. વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા તરફથી આયોજીત વિચાર ગોષ્ઠીમાં જીતુ સુખડિયાએ શહેરની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કર્યો અને તંત્રના કામને શૂન્ય ગણાવ્યું છે. નોંધનીય છે કે જીતુ સુખડિયા હવે ચૂંટણી રાજનીતિમાં નથી પરંતુ પાર્ટીમાં સક્રિય છે. સુખડિયાએ કહ્યુ કે વડોદરામાં ત્રણ જગ્યાએથી હપ્તા વસૂલવામાં આવે છે. શહેરમાં હપ્તાખોરી સિવાય અન્ય કોઈ કામ ચાલી રહ્યાં નથી. તેમણે વડોદરા કોર્પોરેશનના કામ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મહિના પહેલા મનપાના અધિકારીઓ સ્વસ્છતાના પાઠ શીખવા માટે ઈન્દોર ગયા હતા, પરંતુ આ મોર્ચા પર વડોદરા મહાનગર પાલિકાની સામે મોટુ શૂન્ય છે.
આપણે ક્યું તંત્ર ચલાવી રહ્યાં છીએ
ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સામેલ જીતુ સુખડિયાએ વડોદરાની દુર્દશા પર સવાલ ઉઠાવતા અફસોસ વ્યક્ત કર્યો છે. સુખડિયાએ કહ્યુ કે શહેરમાં ત્રણ જગ્યાએ વસૂલી થાય છે. તેમણે કહ્યું કે હપ્તા ઉઘરાવવા સિવાય કંઈ થઈ રહ્યું નથી. ભાજપના વરિષ્ઠ નેતા દ્વારા જાહેર મંચ પરથી કોર્પોરેશનના કામ પર સવાલ ઉભા કરતા હડકંપની સ્થિતિ ઉભી થઈ છે. જીતુ સુખડિયાએ એવા સમયે નારાજગી વ્યક્ત કરી છે, જ્યારે શહેરની રાજનીતિમાં જૂથવાદ ચરમસીમાએ છે. સુખડિયાએ કહ્યું કે શહેરમાં ગંદકીની ભરમાર છે. પૂર્વ ધારાભ્યએ કહ્યું કે શહેરમાં ત્રણ જગ્યાએ હપ્તા લેવામાં આવે છે. તેમણે પોલીસ પર પણ હપ્તા લેવાનો આરોપ લગાવ્યો છે. સુખડિયાએ કહ્યું કે એજન્ટ પણ હપ્તા લે છે. પછી તેમણે સવાલ કર્યો કે આપણે ક્યું તંત્ર ચલાવી રહ્યાં છીએ. શહેરમાં જે હપ્તાખોરીનું રાજ ચાલી રહ્યું છે. તેના પર નજર રાખવાની જરૂર છે.
આ પણ વાંચોઃ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી દ્વારા વડોદરા મનપાના કામ પર સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સિનિયર નેતાની ટકોર વ્યાજબી છે. પાલિકા શહેરને સ્વસ્છ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જ્યાં ખામી દેખાશે ત્યાં ત્વરીત પગલા ભરવામાં આવશે. તેમણે કહ્યું કે સ્વચ્છતા માટે નાગરિકોનો સહયોગ અનિવાર્ય છે.
આગામી મહિને બદલાશે મેયર
વડોદરા મહાનગર પાલિકાની સત્તામાં લાંબા સમયથી ભાજપ છે. વડોદરા સહિત રાજ્યમાં તમામ મહાનગર પાલિકામાં આગામી મહિને નવી ટીમ જગ્યા લેશે. ગુજરાતમાં સ્થાનીક પાલિકાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. તેમાં બે મેયર ટીમ શહેરની સત્તા સંભાળે છે. મેયરનો કાર્યકાળ અઢી-અઢી વર્ષનો હોય છે. તેમાં રોટેશન હોય છે. એક મહિલા અને એક પુરૂષને મેયર બનવાની તક મળે છે. વડોદરા મહાનગર પાલિકાના મેયરનો કાર્યકાળ આગામી મહિને પૂરો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ મોંઘવારીથી પીડાતા લોકોને વધુ એક ઝટકો, ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube