અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પંચમ સોસાયટીમાં ગાર્ડે ગાડી બહાર પાર્ક નહી કરવાનું કહેતા ભાજપનાં નેતા ભડકી ગયા હતા. એક તરફ દેશના વડાપ્રધાન જ્યારે મે ભી ચોકીદાર અભિયાન હેઠળ લોકોનાં હૃદયમાં સ્થાન મજબુત બનાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપનાં નેતાઓ ચોકીદાર સાથે જ ગેરવર્તણુંક કરતા જોવા મળ્યા હતા. પોતાની પદ ગરિમાં અને પ્રતિષ્ઠાનું ભાન ભુલીને ચોકીદાર સાથે કોઇ ગલીનાં ગુંડાની જેમ બાખડવા લાગ્યા હતા ભાજપનાં નેતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદમાં પાસ થયો છે CAAનો કાયદો, દરેક રાજ્યએ ફરજીયાત લાગુ કરવો પડશે: સિબ્બલ

ભાજપનાં નેતા કિશનસિંહ સોલંકી વસ્ત્રાપુરમાં આવેલી પંચમ સોસાયટી ખાતે ગયા હતા. જ્યાં ચોકીદારે ગાડી ગેટ આગળ નહી કરવાનું કહેતા ભાજપનાં સત્તાનાં નશામાં મદમસ્ત નેતા ભડકી ઉઠ્યા હતા. તે કોને ગાડી હટાવવાનું કહ્યું તને ખબર છે હું ભાજપનો નેતા છું તેમ કહીને સિક્યુરિટી ગાર્ડ સાથે પહેલા બોલાચાલી અને પછી મારામારી પર ઉતરી આવ્યા હતા. કિશનસિંહે સિક્યુરિટી ગાર્ડ સાથે કોઇ ગુંડાને પણ ન શોભે તેવી ભાષામાં વાત કરતા તું મારુ કશુ નહી બગાડી શકે અને તારી ઓકાતમાં રહે. તુ યુપીથી આવેલો બે કોડીનો ચોકીદાર મને શીખવાડીશ તેવું કહીને ગાળાગાળી ચાલુ કરી દીધું હતું. આસપાસ મહિલાઓ એકત્રીત થઇ જવા છતા પણ નેતા પોતાની પદ અને પ્રતિષ્ઠાની ગરિમાં ભુલ્યો હતો અને અયોગ્ય ભાષા પરનો પ્રયોગ ચાલુ કર્યો હતો. 


બનાસકાંઠામાં ફરી એકવાર તીડનો તરખાટ, ખેડૂતોની સ્થિતી કફોડી

કિશનસિંહનાં ડ્રાઇવરે ગાડી રોકતા ચોકીદારે ગાડી આગળ પાર્ક કરવા જણાવ્યું હતું. જેથી કિશનસિંહનાં ડ્રાઇવર અને સ્કુટર પર આવેલા એક વ્યક્તિએ ચોકીદારને મારવાનું ચાલુ કર્યું હતું. હોબાળો થતા સોસાયટીનાં ચેરમેન બહાર આવ્યા હતા તેની સાથે પણ કિશનસિંહે ગેરવર્તણુંક કરી હતી. ચોકીદારને તુ યુપીનો ભીખારી છે અને ગુજરાતમાં આવીને અમારી ગાડીઓ ક્યાં પાર્ક કરવી તે મુદ્દે દાદાગીરી કરીશ તેમ કહેની માર મારવાનું ચાલુ કર્યું હતું. હું ભાજપનો નેતા છું તુ મારુ કશુ જ બગાડી નહી શકે તેમ કહીને મારા મારી ચાલુ કરી દીધી હતી. વારંવાર સમજાવવા છતા પણ સત્તાનાં નશામાં ચકચુર નેતાએ પોતાનાં પરિવારની પેટીયું રળતા એક સામાન્ય માણસ પર પોતાની નેતાગીરી અને રોફ ઝાડ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube