ભાજપ સાથે છેડો ફાડીને લાલજી મેરે પકડ્યો કોંગ્રેસનો હાથ
જસદણના ચૂંટણી જંગ પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ જામી છે. એકતરફ ભાજપે કોંગ્રેસના સ્થાનિક સભ્યોને જોડ્યા તો કોંગ્રેસે પણ ભાજપના પૂર્વ ધારાસભ્યોને જોડવાની શરૂઆત કરી. પૂર્વ સંસદીય મંત્રી શામજી ચૌહાણ બાદ મગંળવારે પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે હવે આજે બુધવારે પૂર્વ ધારાસભ્ય લાલજી મેર કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
ગૌરવ પટેલ/ગુજરાત : જસદણના ચૂંટણી જંગ પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ જામી છે. એકતરફ ભાજપે કોંગ્રેસના સ્થાનિક સભ્યોને જોડ્યા તો કોંગ્રેસે પણ ભાજપના પૂર્વ ધારાસભ્યોને જોડવાની શરૂઆત કરી. પૂર્વ સંસદીય મંત્રી શામજી ચૌહાણ બાદ મગંળવારે પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે હવે આજે બુધવારે પૂર્વ ધારાસભ્ય લાલજી મેર કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
જસદણના પેટા ચુંટણી કાંગ્રેસ અને ભાજપા માટે લિટમસ ટેસ્ટ સમાન છે. કુવરજી ભાઇ બાવળીયા માટે મંત્રી પદ અને રાજકીય કારકિર્દી બચાવવા માટે જીતવું જરૂરી છે, તો કાંગ્રેસ માટે ગઢ સાચવવાનું દબાણ છે. જસદણની ચૂંટણીમાં કોળી મતદારો આ સમગ્ર હાર જીત નક્કી કરવાના છે, ત્યારે કોંગ્રેસે કુંવરજી બાવળીયાની સામે એક પછી એક કોળી નેતાઓને પક્ષમાં જોડવાના શરૂ કર્યું છે. કોંગ્રેસ જસદણની ચૂંટણીને લઇને કોળી આગેવાનો સાથે મજબૂત થવા પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના કોળી આગેવાનોને જોડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને કોળી આગેવાન લાલજી મેર બપોરે ૧ કલાકે રાજીવ સાતવ અને અમિત ચાવડાની હાજરીમાં વિધિવત રીતે કોગ્રેસનો ખેસ ધારણ કર્યોહતો. ભાજપામાં સતત થતી અવગણનાના પગલે તેમણે પાર્ટીમાથી રાજીનામું આપ્યું હતું.
છેલ્લા છ માસમાં આ ભાજપી નેતા કોગ્રેસમાં જોડાયા
- સુંદરસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી
- શામજી ચૌહાણ, પૂર્વ સસંદીય સચિવ
- અશોક ડાંગર, પૂર્વ મેયર
- ગજેન્દ્ર રામાણી, જસદણ ભાજપ શહેર પ્રમુખ
- દિલિપ રામાણી, કારોબારી સભ્ય
- રોહિત મારકણા, જસદણ તાલુકા કારોબારી સભ્ય
- મેહુલ સંઘવી, જસદણ ભાજપ મીડિયા સેલ
- નાથાભાઇ વાછાણી
કોંગ્રેસનો હાથ છોડી ભાજપાનું કમળ ઘારણ કરનાર નેતા
- નીતિન રામાણી , રાજકોટ કોર્પોરેટર
- રાજકોટ જિલ્લા પંચાતયના સભ્યો
- ચતુરભાઇ રાજપરા
- વાલીબેન તલાવડીયા
- હંસાબેન બોધાણી
- વજીબેન સાકરીયા
- મગનભાઇ મેટાળીયા
- હેતલબેન ગોહીલ
બંને પક્ષોના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે પણ સૌથી મહત્વની વાત એ છે કે પહેલીવાર કોંગ્રેસમાં કોળી આગેવાનો જોડાઇ રહ્યા છે. જેની સીધી અસર જસદણની પેટા ચૂંટણી પર થશે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે, આગામી દિવસોમાં વધુ કેટલાક નેતાઓ પણ જોડાશે અને પક્ષને મજબૂતી આપશે. જેની સીધી અસર લોકસભા ચૂંટણીમાં પણ દેખાશે.
ઉલ્લેખનીય છે કે, લાલજી મેર કોળી સમાજના આગેવાન છે અને જસદણ પેટા ચૂંટણીમા કોળી મતદારોનું પ્રભુત્વ છે ત્યારે ભાજપ માટે આ ફટકો મરણતોલ ફટકો સાબિત થવાનો છે. લાલજી મેર 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ 2017 સુધી ધંધુકાનાં ધારાસભ્ય રહ્યા હતા. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા અને સક્રિય કાર્યકર્તા હતા. લાલજી મેરનાં રાજીનામાથી ભાજપને વધુ એક મોટો ફટકો પડશે. ગત વિધાનસભામાં પણ તેઓ ઉમેદવાર તરીકે દાવેદાર હતા, પરંતુ ટિકિટ મળી નહોતી.