ઝી મીડિયા/બ્યૂરો :ભાજપના આગેવાન માવજી દેસાઈએ કહ્યું પાર્ટી જ હરાવે છે! બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડના ચેરમેનનો વીડિયો વાયરલ થયો છે. માવજી દેસાઈ યાર્ડના ચેરમેન અને ભાજપના આગેવાન છે. એક કાર્યક્રમમાં માવજીભાઈએ જાહેરમાં કહ્યું કે, પાર્ટી જ આપણને હરાવે છે. માવજી દેસાઈ ગત વિધાનસભા ચૂંટણીમાં ધાનેરાથી હાર્યા હતા. તેઓ ધાનેરા બેઠકથી માત્ર 2000 મતથી હાર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાનેરાના થાવર ગામે યોજાયેલ કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ દ્વારા સરપંતનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધાનેરા બેઠક પરથી ચૂંટણી હારેલા ભાજપના ઉમદેવારે પક્ષ સામે જ વિવાદિત બોલ બોલ્યા હતા. તેમણે જાહેર મંચ પરથી પાર્ટી પર જ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ભાજપના ઉમેદવારને જે તે બેઠક પરથી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ જ હરાવી રહ્યા છે. ત્યારે તમામ લોકોએ સંગઠિત થઈ પાર્ટીને મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવા જોઈએ.



સવાલ એ છે કે, આખરે માવજી દેસાઈએ કોને સંબોધીને આ વાત કરી હતી. એક તરફ પાર્ટીના મજબૂત સંગઠનની ચર્ચા થઈ રહી છે, ત્યારે બીજી તરફ તેઓ કોના તરફ આંગળી ચીંધી રહ્યા છે. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને બનાસ બેંકના ચેરમેન અણદા પટેલ સહિત ભાજપના આગેવાનો અને હજારો કાર્યકર્તાઓ હાજર હતા, જેમની સાથે માવજી દેસાઈના આ વિવાદિત બોલ ચર્ચાનો વિષય બન્યા હતા.