`આ ઉમરે મારા પતિને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ`! ગુજરાતમાં BJP નેતાજીના પૂર્વ PAનો પત્નીએ ખોલ્યો કાળો ચિઠ્ઠો!
નરોડા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા નેતાજીના પૂર્વ PA કિરપાલસિંગ જંગબહાદુરસિંગના બહાર પરસ્ત્રીઓ સાથે લફરાના કારણે એક સુખી પરિવારના ઘરમાં આગ લાગી છે. આ વાતને લઈને પૂર્વ PA પતિ કિરપાલસિંગ જંગબહાદુરસિંગ પત્નીને રોજ શારીરિક અને માનસિક હેરાન કરતો હોવાથી પત્ની સરદારનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.
ઝી બ્યુરો/અમદાવાદ: આજકાલ નેતાઓના લફરા ચર્ચામાં આવતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી આવા કિસ્સાઓ લોકોમાં ચર્ચા જગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એક સમયે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી રહેલા અને નરોડા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા નેતાજીના પરિણીત PA કિરપાલસિંગ જંગબહાદુરસિંગના બહાર પરસ્ત્રીઓ સાથે લફરાના કારણે એક સુખી પરિવારના ઘરમાં આગ લાગી છે. આ વાતને લઈને PA પતિ કિરપાલસિંગ જંગબહાદુરસિંગ પત્નીને રોજ શારીરિક અને માનસિક હેરાન કરતો હોવાની ફરિયાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
નેતાજીના PAનો કિસ્સો નરોડામાં ચર્ચાસ્પદ બન્યો!
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાજપના એક જાણીતા નેતાજીના પીએ કિરપાલસિંગ જંગબહાદુરસિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમની પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મારૂ નામ સંગીતા (નામ બદલેલ છે) છે. (ઉ.વ.55) અને અમદાવાદના નરોડા વિસ્તારમાં હું અને મારી દિકરી છેલ્લા દોઢેક મહિનાથી મારા ભાઈના દિકરાના ઘરે રહીએ છીએ અને મારો પતિ કિરપાલસિંગ જંગબહાદુરસિંગ ફાઇનાન્સનો વેપાર ધંધો કરે છે. મારે સંતાનમાં બે બાળકો છે, જેમા મોટો દિકરો (ઉ.વ.૨૪) નો જે હાલમાં યુ.કે માચેસ્ટરમાં બે વર્ષથી છે અને નાની દિકરી (ઉ.વ.૧૯) ની છે.
સુખી-સંસાર બગડે નહીં તેના માટે બધુ જતું કરતી હતી પત્ની
મારા લગ્ન 22-01-1998માં સામાજીક રીતી રિવાજથી મારા પતિ કિરપાલસિંગ જંગબહાદુરસિંગ સાથે થયા છે. લગ્ન બાદથી મારા પતિ મને યેનકેન રીતે હેરાન પરેશાન કરતા રહે છે અને મારા પતિ દારૂની પરમીટ તેમજ હથિયારનો પરવાનો ધરાવે છે. જેઓ દારૂ પીવાની ટેવ ધરાવતા હોવાથી છેલ્લા બે વર્ષથી મને દારૂ પીને અતિશય ત્રાસ આપતા રહે છે. તેઓ મને ગંદી અને બિભસ્ત ગાળો આપી મારઝુડ કરે છે. મારા બાળકો મોટા છે, જેના કારણે સુખીસંસાર બગડે નહીં તેના માટે હું બધુ જતુ કરતી હતી.
PA પતિના આ ઉમરે પરસ્ત્રીઓ સાથે આડા સંબંધ
પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ કિરપાલસિંગ જંગબહાદુરસિંગને આ ઉમરે પર પરસ્ત્રીઓ સાથે આડા સંબંધ છે, જે વાતને લઈને ઘરમાં ચર્ચા થતાં તેઓ મને હેરાન પરેશાન કરતા રહે છે અને તેઓ ઘરખર્ચ માટે તેમજ મારા સંતાનો માટે મને પૈસા આપતા નથી કે મને મારા પિયર જવા દેતા નથી. તેમજ મને નાની નાની બાબતે રોક ટોક કરી ઝગડો કરી હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ આપતા રહે છે. તેમજ મારા તેમજ મારી માતાના દાગીના મારા પતિ પાસે છે જેઓ મને આપતા નથી.
પત્નીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ
તેમણે ઉમેર્યું હતું કે, તારીખ 7-11-2024ના રોજ મારા પતિ કિરપાલસિંગ જંગબહાદુરસિંગના એક મહિલા સાથે આડા સબંધ હવાથી જે મહિલા અમારા ઘરે આવી હતી, ત્યારે મારા પતિ મને જેમ ફાવે તેમ ગાળો આપી મને અને મારી દિકરીને ઘરેથી કાઢી મૂકી હતી. ત્યારથી હું અને મારી દિકરી મારા ભાઈના દિકરાના ઘરે રહીએ છીએ. જે બાદ તારીખ ૨૧/૧૧/૨૦૨૪ ના રોજ મે મારા પતિના ઘરે જવા અવાર નવાર પ્રયત્ન કર્યા હોવા છતાં મારા પતિ અમને ઘરમાં ઘુસવા દેતા નથી અને ઝગડો કરે છે.
સરદારનગર પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ
મારા પતિ કિરપાલસિંગ જંગબહાદુરસિંગ પાસે હથિયારનો પરવાનો હોય જેઓ મને અને મારી દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જે બાબતે મે સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે લેખિતમા અરજી આપી છે. આજરોજ મારી દિકરી સાથે ફરિયાદ કરવા આવી છું. જેથી મારી મારા પતિ રાકેશસિંહ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી થવી જોઈએ.