અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોનાં વિશાળ હિતને ધ્યાને રાખીને CBSE પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધા બાદ ગઇકાલ રાતથી ગુજરાતના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ચુક્યા છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં ચર્ચા થઇ અને ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવા અંગે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે નોંધનીય છે કે, ધોરણ 12 પરીક્ષા રદ્દ કરવા અંગે શિક્ષણમંત્રી જાહેરાત કરે અને તેના અડધા કલાક પહેલા ભાજપ અને યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડૉ.ઋત્વીજ પટેલે ટ્વીટ કરીને પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી છે. ઋત્વીજ પટેલે સુપર શિક્ષણમંત્રી હોય તે પ્રકારે સરકાર પહેલા જ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી દીધી હતી. 


આ અંગે ઋત્વીજ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ નિર્ણય અંગે મે ટીવી ચેનલમાં જોયું હતું. મે ચેનલ જોયા બાદ મને લાગ્યું કે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત થઇ ચુકી છે. જેના કારણે મારી ગેરસમજ થઇ ચુકી છે. મારી ગેરસમજ થઇ ચુકી છે. સમાચાર ચેનલનું ટ્વીટ છે, જો કે થઇ ગયું તે થઇ ગયું પરંતુ વિવાદ ન થાય તે માટે મે ટ્વીટ ડિલિટ પણ કરી દીધું છે. 


ઋત્વીજ પટેલે 12થી 49 મિનિટે પરીક્ષા રદ્દ કરી હોવાનું ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે 1.20 કલાકે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. જો કે ભુપેન્દ્રસિંહ પ્રેસ કોન્ફરન્સના સંબોધન શરૂ કરતા જ ઋત્વીજ પટેલે ડિલિટ માર્યું છે. રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવા અંગે ચર્ચા કરી હતી. 


આ બેઠક બાદ ધોરણ 12 પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે સૌથી મોટો સવાલ છે કે, કેબિનેટની બેઠકમાં લેવાયેલા ગુપ્ત નિર્ણય અંગે ભાજપના ચોથા રેન્કના કાર્યકરને આવી ગુપ્ત માહિતી કઇ રીતે મળી. ઋત્વીજ પટેલને કયા હોદ્દાની રૂએ માહિતી મળીતે પણ એક મોટો સવાલ છે. જે નિર્ણયની માહિતી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને હોવી જોઇએ. તે માહિતી ઋત્વીજ પટેલને કઇ રીતે મળી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube