કિંજલ મિશ્રા/અમદાવાદ: ભાજપ દ્વારા મહિલા નેતૃત્વને એક મંચ પર લાવવા અને તેમના થકી ફરી એક વાર 2019 લોકસભાની ચૂંટણીના મહિલા મતદારોના મન અને મત જીતવા મહિલા મોરચાનુ રષ્ટ્રીય અધિવેશનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જો કે, અધિવેશન શરૂ થયાના 2 દિવસ પહેલાથી જ કાર્યક્રમમાં સતત ફેરફાર આવી રહયો છે. સ્થળ પસંદગીથી માડીને પદાધિકારીઓના આગમન સુધીના શિડ્યુઅલ સતત બદલાતા રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ખરેખર અધિેવેશનનો ઉદ્દેશ પાર પડશે કે નહી એવી ચર્ચા ખુદ સંગઠનમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમા પણ અમદાવાદમા કેટલાક સ્થળો પર અધિવેશનને ધ્યાનમાં લઇને લગાવાયેલા બેનરો માંથી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહટકરનો જ ફોટો ગાયબ છે. બેનરમાં રાજ્યના મહિલા અધ્યક્ષ અને પૂર્વ અધ્યક્ષના ફોટો છપાયો છે. પરંતુ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ વિજયા રાહટકર જ ગાયબ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ફોટો ગાયબ થતા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો પણ ઉભા થયા છે. ત્યારે પ્રદેશ નેતૃત્વ દ્વારા પણ આ ગંભીર ભૂલની નોધ લેવામા આવી છે. તો અધિવેશનમા અમિત શાહ પણ હાજર રહેવાના નથી.


વધુમાં વાંચો...ગુજરાતમાં ખેડૂતોનું દેવું ભાજપ સરકાર માફ નહીં કરે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ


અગાઉના કાર્યક્મ પ્રમાણે અમિત શાહ ઉદઘાટન સત્રમા હાજર રહેવાના હતા. પરંતુ હવે કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સિતારામન હાજર રહેશે. 21 ડિસેમ્બરે 4 વાગે ઘ્વજા રોહણ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. જેનુ સમાપન 22  ડિેસેમ્બરે બપોરે 5 વાગે થશે. આ અંગે માહિતી આપતા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહટકરે જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશ માંથી 5 હજાર મહિલાઓ આ અધિવેશનમાં ભાગ લેશે. 10 વર્ષે પહેલા મહિલા મોર્ચાનું અધિવેશન થવા જઈ રહ્યું છે.


વધુમાં વાંચો...ટ્રાફિક પોલીસની ડ્રાઇવ: રોન્ગ સાઇડમાં વાહન ચલાવ્યું તો થશે આ પ્રકારની કડક કાર્યવાહી


જો કે પહેલું અધિવેશન 1995માં ગુજરાતમાં જ થયું છે. જેમા કેન્દ્ર માંથી 7 કેબિનેટ કક્ષાના મહિલા મંત્રીઓએ હાજરી આપી હતી.  જ્યારે આ અધિવેશનમાં દેશના 100થી વધુ મહિલા નેતાઓ હાજર રહેશે. દેશભરમાથી અપેક્ષિત 5000 મહિલા અગ્રણીઓ આવશે જેમની અલગ અલગ ઝોન પ્રમાણે 6 બેઠક થશે જેમા કેન્દ્રીય સ્તરેથી મહિલાઓ તથા સમાજના અન્ય વર્ગ માટે કરાયેલી કામગીરીને કેવી રીતે લોકો વચ્ચે લઇ જવુએ અંગે ચર્ચા કરવામાં આવશે. તો અધિવેશન દરમ્યાન સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી મેનકા ગાંધી તથા સ્મૃતિ ઇરાની પણ ઉસ્થિત રહેશે. કાર્યક્રમના સમાપન બાદ પીએમ નરેન્દ્ર મોદીનું એક અલગ સત્ર રાખવામા આવ્યુ છે. જેમા 20,000 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહેશે એવો અંદાજ છે.