• મહેસાણાના કડીમાં ભાજપની યોજાયેલી બેઠકમાં નિયમના ધજાગરા ઉડ્યા. 

  • વડોદરામાં ભાજપના યુવા મોરચાએ કોરોનાના નિયનો સત્યાનાશ કર્યો

  • અમદાવાદમાં યુવા દિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા


ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યભરમાં યોજાતા રાજકીય કાર્યક્રમો કોરોનાના નિયમો નેવે મૂકાઈ રહ્યા છે. ભાજપના કાર્યકરોએ ફરી નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. યુવા દિવસ પર અમદાવાદ અને વડોદરા સહિત રાજ્યમાં યુવા મોરચાએ બાઈક રેલી યોજી હતી. હજારોની સંખ્યામાં એકઠા થઈ સોશિયલ ડિસ્ટન્સ (social distance) નો સત્યાનાશ વાળ્યો છે. જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં LRD જવાઓને ગરબે રમી નિયમનો ધજાગરા ઉડાવ્યા હતા. જેમાં 6 દિવસ બાદ પણ હજુ તપાસ રિપોર્ટ આવ્યો નથી. એક તરફ પ્રજાને નિયમ તોડવા બદલ મસમોટા દંડ ફટકારવામાં આવે છે. તો બીજ તરફ રાજકીય કાર્યક્રમમો ખુલ્લેઆમ નિયમના ધજાગરા ઉડે છે છતા કોઈ જ કાર્યવાહી નથી થતી. આજે રાજ્યમાં જુદા જુદા ચાર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાના કડીમાં ભાજપની યોજાયેલી બેઠકમાં નિયમના ધજાગરા ઉડ્યા. બેઠકમાં યોજાયેલ જમણવારમાં કે.સી. પટેલ, વિભાવરી દવે, શારદાબને પટેલની હાજરીમાં જ નિયના ધજાગરા ઉડાવવામાં આવ્યા. તો વડોદરામાં ભાજપના યુવા મોરચાએ કોરોનાના નિયનો સત્યાનાશ કર્યો. યુવા મોરચાએ યોજેલી બાઈક રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું. જ્યારે અમદાવાદમાં યુવા દિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા હતા. યુવા દિવસની ઉજવણીમાં રાણીપમાં યોજાયેલી બાઈક રેલીમાં નિયમો નેવે મૂકાયા હતા.  


આ પણ વાંચો : ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી, વેપારીઓ હજી પણ ગ્રાહકો આવશે તેની રાહ જોઈ રહ્યાં છે 


સુરત : કંકુ લગાવીને વેક્સીનના ટ્રકનો દરવાજો ખોલાયો, પૂણેથી રોડ મારફતે આવી રસી


વડોદરામાં પણ બાઈક રેલીમાં નિયમ ભંગ
વડોદરામાં ભાજપની રેલીમાં નિયમોના ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં જવાબદારો સામે પોલીસ ગુનો નોંધશે. વડોદરાના પાદરા વિસ્તારમાં યુવા મોરચાની બાઈક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરાયો હતો. આ અહેવાલ મીડિયામાં સામે આવ્યા બાદ પાદરા પોલીસ એક્શનમાં આવી હતી. ત્યારે હવે આયોજક સહિતના ભાજપના નેતાઓ સામે ગુનો નોંધાશે.