Gujarat Assembly Election 2022: પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચારના પડઘમ શાંત થયા બાદ બાદ બીજા તબક્કાની બેઠકો ઉપર પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાયડની સભામાં જગદીશ ઠાકોરે આકરા પ્રહારો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા હતા. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ નિર્દોષ નથી. ભાજપને મંજૂરી વગર રેલીઓની મંજૂરી આપવામાં આવે છે. અમને હેલિકોપ્ટરની મંજૂરી માટે પણ હેરાનગતિ કરવામાં આવે છે. પરંતુ 5 તારીખે કોંગ્રેસ મતદારો જવાબ આપશે. બાયડ બેઠકના બોરડી ગામે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા માટે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા ગજવી હતી.


જગદીશ ઠાકોર થયા ભાવુક 
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ પદે હોઇશ. મારા માતા કંતાન બાંધીને કાલુપુરમાં મજૂરી કરતી હતી, ત્યારે જ નિર્ણય કર્યો હતો. મારી માની પરિસ્થિતિ જોઈ નિર્ણય કર્યો હતો. સામાન્ય લોકો માટે કોઈ પદ પર આવીને કામ કરીશ. આ વખતે કોંગ્રેસની સરકાર લાવીને જોઈ લો કામ કરીશ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube