અમદાવાદ: ભાજપ મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન, વડાપ્રધાન મોદી રહેશે ઉપસ્થિત
ભાજપ મહિલા મોરચાનુ રાષ્ટ્રીય અધિવેશન હવે અમદાવાદ ત્રિમંદીર ખાતે યોજાશે. જેમાં દેશ ભરમાંથી 5 હજાર જેટલી મહિલાઓ અધિવેશનમા ભાગ લેશે
કિજલ મિશ્રા/અમદાવાદ: ભાજપ મહિલા મોરચાનુ રાષ્ટ્રીય અધિવેશન હવે અમદાવાદ ત્રિમંદીર ખાતે યોજાશે. જેને ઘ્યાનમા લઇ આજથી કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે, જે અંતર્ગત ભાજપ મહિલા મોચરના પ્રતિનિધિઓ તથા પ્રદેશ હોદ્દેદારોએ ત્રિમંદીરની મુલાકાત લીઘી હતી અને થીમ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ભાજપ મહિલા મોરચાનુ રાષ્ટ્રીય અધિવેશન આ વખતે ગુજરાતમા યોજાશે., જો કે આ અધિવેશન પહેલા વડોદરા ખાતે યોજાવવાનુ હતુ પરતુ હવે અડાલજ ત્રિમંદિર ખાતે યોજાશે. 20,21, 22 ડિસેમ્બરે યોજાનાર આ અધિવેશનને લઇને મહિલા મોરચા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આજે મહિલા મોરચના પદાધિકારીઓ ત્રિમંદિરની મુલાકાત લીધી હતી.
બેઠક વ્યવસ્થાથી માંડીને તમામ તૈયાર વયવસ્થાઓ અંગે સ્ક્રૂટીની કરવામાં આવી હતી. વડોદરાથી અમદાવાદ અધિવેશન સ્થળ બદલવાનુ એક કારણ ટ્રાન્સપોટેશન પણ છે. સાથે જ અન્ય વ્યવસ્થા માટે અમદાવાદ વધુ સરળ છે તેમજ પીએમ જયારે સંબોધન કરવાના છે એ સંબોધનનો લાભ વધુ ને વધુ મહિલાઓ ને મળી શકે અને મહિલાઓ મોટા પ્રમાણમા આવી શકે એ માટે અડાલજ ની પસંદગી કરવામા આવી છે.
વધુ વાંચો...જસદણનો જંગ: જાણો કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે શા માટે લખ્યો ચૂંટણી પંચને પત્ર
દેશ ભરમાંથી 5 હજાર જેટલી મહિલાઓ અધિવેશનમા ભાગ લેશે ત્યાર સભા સ્થળ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ બનાવવામા આવશે. અધિવેશનની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરાવશે તો સમાપન સત્રના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમા પ્રથમ વાર તેઓ મહિલાઓને સંબોઘશે જેને લઇને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમના સત્રને તમામ માટે ખુલ્લુ મુકવામા આવશે.
રાજ્ય ભરની 300 જેટલી મહિલા કાર્યકર્તાઓ અત્યારથી કાર્યક્રમની તૈયારીઓ કાર્યરત થઇ ગઇ છે. સ્ટેજથી માડીં બેઠકવ્યવસ્થા સુઘી 20 નાની મોટી કમિટીઓ ની રચના કરવામાં આવી છેે. તો રાજય બહારથી આવતી મહિલા કાર્યકર્તાઓને કોઇ હોટેલમા રોકાણ ના આપી પારિવારીક ભાવના આવે તે માટે ભાજપના કાર્યકર્તાઓની ઘરે ઉતારો આપવામા આવશે.
વધુ વાંચો...સુરત: કાળા હાથ-પગ રંગી નવજાત બાળકી મળી, શીશું પર તાંત્રિક વિધી થઇ હોવાની આશંકા
જો કે અધિવેશન દરમયાન અલગ અલગ રાજ્યની ટ્રેડીશનલ ઝાંખી જોવા મળી રહે તે માટે રજીસ્ટ્રેશન સ્થળ પર ખાસ થીમ બનાવવામા આવશે સાથે જ તમામ રાજ્ય ની મહિલાઓ એક સત્ર પોતાના રાજ્યના ટ્રેડીશનલ પહેરવેશમા ઉપસ્થિત રહેશે. આમ તો આ પ્રકારના અધિવેશન આ પોતાના કાર્યકર્તાઓની નિષ્ક્રીતાને દુર કરી સંગઠન શકતી સામે સમાજમા સરકાર તથા સંગઠનના કામ વધુ ખંતથી કરવા નો પણ એક હેતુ હોય છે.
લોકસભાની ચૂટણી નજીક આવી રહી છે 3 રાજ્યોના ચૂંટણીના પરિણામ બાદ ભાજપ દ્વારા દેશભરમા લોકસભાની ચૂટણીને લઇને અલગ અલગ કાર્યક્રમો ઘડવામા આવશે તેમા મહિલા કાર્યકર્તાઓ સહભાગી થાય અને લોકોના ઘરો સુધી ફરી એક વાર ભાજપના પ્રવેશ નો માર્ગ મોકળો થાય એ હેતુથી મહિલા પ્રશક્ષિણ માટે પણ અધિવેશનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમા મહિલા લક્ષી કેટલામહત્વના નિર્ણયો લેવાયા તેની સમાજ પર શુ અસર હતી એ અંગે પણ માર્ગદર્શન આપવામા આવશે..