ભાજપ મહિલા મોર્ચાના કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં કરી જન્મદિવસની ઉજવણી, વીડિયો થયો વાયરલ
સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોર્ચાના કાર્યકરો વિવાદમાં આવી ગયા છે. આ મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.
સાબરકાંઠાઃ સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટી મહિલા મોર્ચાની કાર્યકર્તાઓ વિવાદમાં આવી ગઈ છે. મહિલા મોર્ચા દ્વારા પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. સાબરકાંઠાની મહિલા મોર્ચાની કાર્યકર્તાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
હિંમતનગરના પોલીસ સ્ટેશનમાં કરી ઉજવણી
પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ભાજપની મહિલા મોર્ચાની કાર્યકર્તાઓ દ્વારા કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર નહોતા ત્યારે આ મહિલા કાર્યકર્તાઓ દ્વારા ચેમ્બરમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો- સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન, પાંચ લોકોને મળ્યું નવજીવન
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
હિંમતનગર પાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિતની મહિલા કાર્યકર્તાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરવાને લઈને મહિલા કાર્યકર્તાઓ પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube