મનોજ તિવારીએ ભોજપુરી સ્ટાઈલમાં ગુજરાતમાં સભા ગજવી, કેજરીવાલ પર નિશાન સાધીને કહ્યું, દિલ્હી હવે ગેસ ચેમ્બર બની છે
Gujarat Elections 2022 : ડભોઈમાં આવેલા ભાજપના સ્ટાર પ્રચારક મનોજ તિવારીએ ભોજપુરી અંદાજમાં પ્રચાર કર્યો
ચિરાગ જોશી/વડોદરા :ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેવામાં ભાજપ દ્વારા સમગ્ર ગુજરાત ભરમાં હવે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે વડોદરાના ડભોઇ બેઠક ઉપર આવેલ ભારત ટોકીઝ વિસ્તારમાં આજે દિલ્હીના સાંસદ અને ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર મનોજ તિવારીએ સભા ગજવી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પોતાની ફિલ્મી સ્ટાઇલમાં મનોજ તિવારીએ ભાજપના ડભોઇ વિધાનસભાના ઉમેદવાર શૈલેષ મહેતા માટે મત માંગ્યા હ.તા સાથે સાથે દિલ્હીમાં સત્તા ઉપર રહેલી આમ આદમી પાર્ટી ઉપર પણ આંકરા પ્રહાર કર્યા હતા.
ભોજપુરી ફિલ્મ સ્ટાર મનોજ તિવારીએ ડભોઇમાં સભા ગજવી હતી હતી. ભારત ટોકીઝ પાસે ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા માટે તેમણે મત માંગ્યા હતા. આ સભામાં હરિયાણાના મંત્રી સંદીપસિંહ પણ હાજર રહ્યા હતા. તો ભોજપુરી અંદાજમાં મનોજ તિવારીએ કવિતા ગાઈ લોકોનું દિલ જીત્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાત મોડલ સમગ્ર દેશમાં બનાવ્યું છે.
મનોજ કેજરીવાલે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરીને નિશાન સાધ્યુ હતું. મનોજ તિવારીએ કહ્યુ હતું કે, ભગવાન ના કરે ગુજરાતને દિલ્હીને મોડલ મળે. દિલ્હી હવે ગેસ ચેમ્બર બની ગઈ છે.
આ સાથે જ મનોજ તિવારીએ પોતાના ઘરે હવે મહેમાન આવવાનું છે અને મનોજ તિવારી 51 વર્ષે નવા મહેમાનને આવકારવાના છે તેવુ કહ્યુ હતું. તેઓએ પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે આઠ ડિસેમ્બરે ગુજરાતનું રીઝલ્ટ આવવાનું છે, એની સાથે સાથે મારા ઘરે પણ નવા મહેમાનની પધરામનીની થવાની છે.