Gandhinagar News : ગુજરાતના 10 હજાર કરોડના જમીન અધિગ્રહણના રૂપાણી સરકારમાં થયેલા કબાડા મામલે હાલમાં વિરોધ વધી રહ્યો છે. આપ ગુજરાતના આ કેસમાં ન્યાયિક તપાસ કરાવવા માટે સરકાર પર પ્રેશર કરી આવેદન પત્રો આપી રહી છે કારણ કે આ પ્રકરણના છાંટા રૂપાણી સરકાર પર ઉડી રહ્યાં છે. રૂપાણી આ મામલે ખુલાસા કરી ચૂક્યા હોવા છતાં આ કેસમાં વધુ તપાસ થાય તો ભાજપના નેતાઓ સુધી રેલો પહોંચે તેવી સંભાવના છે. લાંગાના પત્ર બાદ આ મામલો વિવાદમાં આવ્યો છે. જમીન અધિગ્રહણમાં કલેક્ટરને પ્યાદુ ગણાવી આ કેસમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાના આક્ષેપો થઈ રહી છે. સરકાર લાંગા સમયની તમામ ફાઈલોની ચકાસણી કરી રહી છે. આગામી સમયમાં લાંગા આ પ્રકરણમાં વધુ ફસાય તેવી સંભાવનાઓ વચ્ચે ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આપ રૂપાણીને ગુજરાતમાં ફસાવવા માગતી હતી તો ભાજપે રૂપાણીને દિલ્હીમાં એન્ટ્રી આપી દીધી છે. હવે રૂપાણી કેજરીવાલ માટે દિલ્હીમાં ભારે પડી શકે છે. ભાજપે 160 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. જે ભાજપ કોઈ પણ ભોગે જીતવા માગે છે. જેમાં પંજાબ અને દિલ્હીની જવાબદારી રૂપાણીના ખભે મૂકાઈ છે. દિલ્હીની 3 સીટની જવાબદારી હવે રૂપાણી સંભાળશે. એટલે રૂપાણી અને આપ વચ્ચેનો વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બધા જોતા રહ્યાં અને ભાજપે રૂપાણીનું દિલ્હીમાં વધાર્યું કદ, આ 2 મોટી જવાબદારી સોંપી


ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારીની સાથે બે મોટી જવાબદારીઓ સોંપી છે. પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર બનાવ્યા છે, તો બીજી તરફ તેમને AAPના ગઢ દિલ્હીમાં ત્રણ લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે.સૂત્રોનું માનીએ તો, વિજય રૂપાણી દિલ્હીની સાતમાંથી ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી હશે. રૂપાણીને આમ આદમી પાર્ટીના ગઢમાં એવા સમયે આ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં 10,000 કરોડના ભ્રષ્ટાચારને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.


ગુજરાતમાં વરસાદની આગાહી, શું IPLની ફાઈનલ બગાડશે?, જાણો અમદાવાદમાં વરસાદ પડશે કે નહિ?


શું છે સમગ્ર મામલો
આમ આદમી પાર્ટીનું ગુજરાત એકમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં થયેલા 10,000 કરોડ રૂપિયાના જમીન અધિગ્રહણની તપાસની માંગ કરી રહ્યું છે. પાર્ટીએ સુરત, અમદાવાદ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કલેક્ટરને પત્ર લખીને જમીન અધિગ્રહણની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તપાસની માંગ કરી છે. પાર્ટીના આગેવાનો મહેન્દ્રભાઈ નાવડિયા અને કેતનભાઈ પટેલે સુરતમાં જ્યારે મહિલા મોરચાના વડા રેશ્મા પટેલે જૂનાગઢમાં મેમોરેન્ડમ આપ્યું હતું.


સુરતના આ વૈભવી ફાર્મમાં રોકાયા બાબા બાગેશ્વર, અંબાણીના એન્ટાલિયા જેવો છે અંદરનો નજારો


રૂપાણી નિરીક્ષક બન્યા છે
જ્યાં AAP ગુજરાતમાં રૂપાણી વિરુદ્ધ હોબાળો મચાવી રહી છે તો બીજી તરફ રૂપાણીની દિલ્હીમાં એન્ટ્રી થઈ છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા વિશેષ આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર તરીકે નિયુક્ત કર્યા છે. એક મહિનાના અભિયાનમાં પાર્ટી પીએમ મોદીની નવ વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપાણીની બેઠકોમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ-વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલનો સમાવેશ થાય છે. નવી દિલ્હીથી હર્ષવર્ધન અને હંસ રાજ હંસ અને મીનાક્ષી લેખી હાલમાં આ લોકસભા બેઠકો પરથી સાંસદ છે.


સત્તાના નશામાં બેફામ બન્યો ભાજપના નેતાનો પુત્ર, જામનગરમાં વેપારીને ધમકાવ્યો