Loksabha Election 2024: ભારતીય જનતા પાર્ટી ની ત્રીજી વાર સરકાર બને તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત હોમ ગ્રાઉન્ડ હોવાના લીધે ગુજરાતની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને મળે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સહિત નેતાઓ સ્વભાવ અને રેલીઓ કરી જન જન સુધી પહોંચી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણી ભાષણો મામલે ચૂંટણી પંચે કોંગ્રેસ-ભાજપ પાસે માંગ્યો જવાબ


લોકસભા 2014 અને લોકસભા 2019 માં ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનાવવા માટે બનાસકાંઠા જિલ્લાના લોકો અને મતદારોનો મોટો ફાળો રહ્યો છે. ત્યારે આ વખતે પણ લોકસભા 2024 ની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લો ભારી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે. આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું હડાદ મુકામે બીજેપી ની જંગી સભા યોજવામાં આવી હતી. 


શું સરકાર તમારી સંપત્તિ છીનવીને જનતામાં વહેંચી શકે? જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ


આ સભામાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને ભાજપના જિલ્લા ભાજપ ભાજપ કિર્તીસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તો અને હોદ્દેદારો આ સભામાં જોડાયા હતા. આજે હડાદ વિસ્તાર ના આદિવાસી અગ્રણી ચંદ્રકાંત બેગડીયા છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. ત્યારે આજે હડાદ મુકામે યોજાયેલી સભામાં ભાજપમાં જોડાયા હતા તો સાથે તેમના સમર્થકો 2000 જેટલા સમર્થકો પણ ભાજપ પાર્ટી નો કેસરિયો ધારણ કર્યો હતો. 


ઓર્ગેનિક ખેતીથી કેરી પકવતા ખેતરોમાં જોવા મળ્યો જાદુ, માવઠામાં એક પણ કેરી ન ખરી!


એક બાજુ ક્ષત્રિય સમાજનું આંદોલન અને રોડ ભાજપ પાર્ટી વિરુદ્ધ જોવા મલ્યો છે ત્યારે હડાદ મુકામે આજે 2000 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાયા હતા. અને ફરી એકવાર ભાજપ સરકાર બને તે હેતુ થી ભાજપ ને સમર્થન જાહેર કર્યું હતું. આમ ભાજપા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નાં ગઢ માં ગાબડાં પાડવા માં સફળ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.